ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
Last Updated: 08:38 PM, 5 April 2026
ADVERTISEMENT
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જે રાજ્યના વિવિધ મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોને આવરી લે છે.
ADVERTISEMENT

એક ક્લીકમાં વાંચો કોંગ્રેસના ઉમેદવારોનું લીસ્ટો
ADVERTISEMENT
અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસે કુલ 92 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
આ યાદીમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસે કુલ 92 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે શહેરના વિવિધ વોર્ડોમાંથી ચૂંટણી લડશે.
ADVERTISEMENT

કોને કોને રીપીટ કરાયા
ADVERTISEMENT
પાર્ટીએ કેટલાક વર્તમાન કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ મૂક્યો છે. દાણીલીમડા વોર્ડમાંથી શેહઝાદ ખાન પઠાણને ફરી તક આપવામાં આવી છે, જ્યારે અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢથી સાબરમતી જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને કરાયા ટ્રાન્સફર, થોડા દિવસ પહેલા દીકરાને મળ્યા છે જામીન
ADVERTISEMENT
કોંગ્રેસની આ યાદી સાથે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં અન્ય પક્ષો પણ પોતાની ઉમેદવાર યાદી જાહેર કરશે. જેના કારણે રાજકીય હરીફાઈ વધુ તેજ બનવાની સંભાવના છે.ચૂંટણીના પરિણામો પર રાજ્યની રાજકીય દિશા પર અસર પડશે, તેથી તમામ પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો