ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કારણ જ એવું ! બાબા બાગેશ્વરનો ઉપદેશ પણ બેઅસર, સાંભળ્યાં બાદ 7 લોકોએ કારમાં ઝેર ઘોળ્યું, તરફડી મર્યાં

પંચકૂલામાં દહેશત / કારણ જ એવું ! બાબા બાગેશ્વરનો ઉપદેશ પણ બેઅસર, સાંભળ્યાં બાદ 7 લોકોએ કારમાં ઝેર ઘોળ્યું, તરફડી મર્યાં

Last Updated: 08:58 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના પંચકૂલામાં કારમાં એક જ પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાતમાં હૈયું ફાટી પડે તેવું કારણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

હરિયાણાના પંચકૂલામાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂનના એક જ પરિવારના 7 સભ્યોએ પંચકૂલામાં કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચ્યો હતો. દેહરાદૂનના પ્રવિણ મિત્તલ નામના શખ્સ પરિવારના 6 સભ્યોને લઈને બાબા બાગેશ્વરની હનુમાન કથા સાંભળવા માટે આવ્યાં હતા, કથા સાંભળ્યાં બાદ તરત તેમણે કારમાં ઝેર ગટગટાવ્યું હતું અને થોડી વાર પછી તરફડી -તરફડીને મોતને ભેટ્યાં હતા.

શું હતું આત્મહત્યાનું કારણ

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.

કોણ હતા સામૂહિક આપઘાત કરનારા

સામૂહિક આપઘાત કરનારા લોકોમાં દેહરાદૂનના 42 વર્ષીય પ્રવિણ મિત્તલ, તેમના માતાપિતા, પત્ની અને 3 સંતાનો સામેલ છે. આ તમામ લોકોએ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી હતી પછી જ જીવન ટૂંકાવ્યું હતું.

વધુ વાંચો : આવું કરાય! માસિકને નામે ખોટી રજાઓ લેતી છોકરીઓને અટકાવવા યુનિવર્સિટીએ કર્યું ચોંકાવનારું, શરમ આવી જશે

11ના આપઘાતવાળા બુરાડી કાંડની યાદ અપાવી

પ્રવિણ મિત્તલ પરિવારના સામૂહિક આપઘાતે દિલ્હીના બુરારીમાં 11 લોકોના સામૂહિક આપઘાતની યાદ અપાવી હતી. 1 જુલાઈની સવારે, દિલ્હીના બુરાડીના સંતનગરમાં એક જ પરિવારના 11 સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, તે વખતે દેશમાં ખૂબ ચકચાર મચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news Haryana suicide news Panchkula mass suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ