ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે ખાતામાં આવશે PM કિસાન યોજનાના 2000 રૂપિયા
Last Updated: 05:07 PM, 6 July 2025
ADVERTISEMENT
જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પર નજર રાખી રહ્યા છે. સારા સમાચાર એ છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના અકાઉંટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે.
ADVERTISEMENT

આ યોજના ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી, જે દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની નાણાકીય સહાય આપે છે. અહેવાલો અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાત દરમિયાન આ હપ્તો જાહેર કરી શકે છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
20મા હપ્તાની રાહનો અંત
અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19 હપ્તા પહોંચ્યા છે. છેલ્લો હપ્તો ફેબ્રુઆરી 2025 માં ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને સામાન્ય રીતે દર ચાર મહિને એક નવો હપ્તો આવે છે. આ મુજબ, 20મો હપ્તો જૂનમાં આવવાની ધારણા હતી, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો હતો. હવે સમાચાર એ છે કે આ હપ્તો જુલાઈમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોનાઅકાઉંટમાં પહોંચી શકે છે.
ADVERTISEMENT

પીએમ મોદી 18 જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે. ગયા વર્ષે પણ પીએમએ બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો, જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની રહી છે.
ADVERTISEMENT
લાભાર્થી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું?
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે. આ માટે તમે સરળતાથી ઓનલાઈન તપાસ કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરો :
ADVERTISEMENT
જો તમારું નામ આ યાદીમાં નથી, તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા જિલ્લાની જિલ્લા સ્તરીય ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિનો સંપર્ક કરી શકો છો. આ સમિતિઓની રચના ખાસ કરીને લાભાર્થી યાદીમાં નામ ન હોવા અથવા ખોટી એન્ટ્રીની સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવી છે.
ADVERTISEMENT

યાદીમાં નામ ન હોય તો શું કરવું?
ઘણી વખત આધાર કાર્ડમાં નામ મેળ ન ખાતું હોય, બેંક વિગતોમાં ભૂલ હોય કે અધૂરી e-KYC હોય, તો ખેડૂતો હપ્તો મેળવી શકતા નથી. જો તમારું નામ લાભાર્થી લિસ્ટમાં નથી, તો તમે નીચેના પગલાં લઈ શકો છો:
ન્યુ રજિસ્ટ્રેશન:
જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તો પીએમ કિસાન પોર્ટલ પર " new former registration" ઓપ્શન સિલેક્ટ કરો. આધાર નંબર અને જમીનના દસ્તાવેજો સાથે ફોર્મ ભરો. આ પછી તમારો ડેટા રાજ્યના નોડલ અધિકારીને ચકાસણી માટે મોકલવામાં આવશે.
આધાર વિગતો સુધારો:
જો આધારમાં નામ અથવા અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય, તો "Edit Aadhaar Details " ટૂલનો ઉપયોગ કરો. આની મદદથી, તમે તમારી વિગતોને રીઅલ-ટાઇમમાં અપડેટ કરી શકો છો.
લાભાર્થીનું સ્ટેટસ ચેક કરો:
તમે તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરીને આગામી હપ્તા માટે પાત્ર છો કે નહીં તે ચકાસી શકો છો.

e-KYC અને બેંક વિગતો અપડેટ કરવી જરૂરી છે
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના e-KYC પૂર્ણ કરે અને તેમની બેંક વિગતો, મોબાઇલ નંબર અને આધાર વિગતો અપડેટ રાખે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે e-KYC વિના કોઈને પણ હપ્તાના પૈસા મળશે નહીં. e-KYC માટે, તમે PM કિસાન પોર્ટલ પર OTP-આધારિત પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો.
ઉપરાંત, ખાતરી કરો કે તમારો આધાર તમારા બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે. જો કોઈ સમસ્યા ઊભી થાય, તો તમે PM કિસાન હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800-115-5261 પર સંપર્ક કરી શકો છો.
પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કેવી રીતે શોધવા?
જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમારા જિલ્લાના નોડલ અધિકારીનો સંપર્ક કરો.
આ પણ વાંચો : બર્મિંગહામ ટેસ્ટમાં હવે ગિલે એવું તે શું કર્યું કે, મચી ગયો હોબાળો, જાણો
આ માટે પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT