ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મેરઠ મર્ડર મિસ્ટ્રીમાં નવો મોડ, અર્ચિતા અરોરા નહીં સેક્સ રેકેટમાં ફસાયેલી રશિયનની હત્યા
Last Updated: 02:00 PM, 4 March 2026
ADVERTISEMENT
Meerut News: મેરઠના મવાનામાં મળેલો સળગેલો યુવતીનો મૃતદેહ શરૂઆતમાં અર્ચિતા અરોરાનો હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું કે મૃતક તુર્કમેનિસ્તાનની રહેવાસી મોહબ્બત હતી. પોલીસને મોબાઇલ કોલ ડિટેલ્સ, પાસપોર્ટ અને ઓળખીતાઓની માહિતી પરથી આ સત્ય બહાર આવ્યું. મોહબ્બત છેલ્લા લગભગ 15 વર્ષથી ભારતમાં રહેતી હતી અને તેને એક ગેંગ દ્વારા ફસાવી વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
21 ફેબ્રુઆરીએ મેરઠ-બિજનૌર હાઇવે નજીક ભગવતી ફાર્મ હાઉસ પાસે ખેતરમાં યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો હતો. ઓળખ છુપાવવા માટે ચહેરો બળી નાખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા ચંચલ કુમાર ઉર્ફે બંટી, અવિકા હોટલના માલિક સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જણાવ્યા મુજબ 16/17 ફેબ્રુઆરીની રાત્રે હોટલમાં પૈસાના વિવાદ બાદ યુવતીની હત્યા કરી મૃતદેહ કારમાં મૂકી મવાનામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
શરૂઆતમાં મળેલા આધાર કાર્ડમાં નામ અર્ચિતા અરોરા દર્શાવાયું હતું અને દિલ્હીનું સરનામું આપેલું હતું. પરંતુ પોલીસ જ્યારે તે સરનામે પહોંચી ત્યારે કોઈ માહિતી મળી નહીં. તપાસ ચંદીગઢ અને પંચકુલા સુધી પહોંચી.
ADVERTISEMENT
મોબાઇલ નંબરના આધારે ચંદીગઢની અલીનાનો સંપર્ક થયો જેમણે જણાવ્યું કે મૃતક અર્ચિતા નહીં પરંતુ મોહબ્બત છે. 12 ફેબ્રુઆરીએ તે મેરઠ આવી હતી અને 16 ફેબ્રુઆરી બાદ સંપર્ક તૂટ્યો હતો. મોહબ્બતની માતાને તુર્કમેનિસ્તાનમાં સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT

પોલીસે ડીએનએ નમૂનાઓ સંગ્રહિત કર્યા છે અને પરિવાર પાસેથી મેચિંગ નમૂના મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓ મુજબ તપાસ હજુ ચાલુ છે અને જલ્દી સંપૂર્ણ સત્ય બહાર આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT