ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : શો-રુમમાં ટાયર નીચે લીંબુ ચગદતી વખતે નવી થાર પહેલે માળેથી નીચે પડી, કચ્ચરઘાણ, મળશે વીમો?

વાયરલ / VIDEO : શો-રુમમાં ટાયર નીચે લીંબુ ચગદતી વખતે નવી થાર પહેલે માળેથી નીચે પડી, કચ્ચરઘાણ, મળશે વીમો?

Published By: Hiralal Parmar

Last Updated: 03:24 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શો-રુમમાંથી ખરીદ્યા બાદ ટાયર નીચે લીંબુ મૂકીને નવી કાર ચલાવવાનું એક યુવતીને ભારે પડ્યું કારણ કે આમ કરવા જતાં એક ખૌફનાક એક્સિડન્ટ થયો હતો.

ADVERTISEMENT

પૂર્વ દિલ્હીના નિર્માણ વિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.હકીકતમાં એક યુવતી શો રુમમાંથી નવી મહિન્દ્રા થાર ખરીદી હતી અને ડિલિવરી લેતાં સમયે ટાયર નીચે લીંબુ મૂકીને તેના પર થાર ચલાવતી વખતે એક મોટો એક્સિડન્ટ થયો. ભૂલથી મહિલાએ એક્સિલેટર દબાવી દીધું હતું જેને પરિણામે થાર સ્પીડમાં આવી અને પહેલાં માળેથી કુદીને નીચે પડી ગઈ.

લીંબુ ચગદવાની વિધિ વખતે કાર નીચે પડી

સદનબીસે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, ગાઝિયાબાદના રહેવાસી પ્રદીપ અને તેમની પત્ની મણિ પવારે નિર્માણ વિહાર સ્થિત મહિન્દ્રા શોરૂમમાંથી નવી થાર રોક્સ ખરીદી હતી. કારની ડિલિવરી સમયે, દંપતી અને શોરૂમનો કર્મચારી વિકાસ પહેલા માળે કારમાં બેઠા હતા. થારનું વ્હીલ નીચે મૂકીને લીંબુ ચગદાવા માગતા હતા પરંતુ આવું કરવા જતાં મણિ પવારે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું, જેના કારણે થાર બેકાબૂ થઈ ગયો અને શોરૂમના પહેલા માળેથી સીધો રસ્તા પર પડી ગઈ.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ ઘટના સોમવારે સાંજે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અકસ્માતમાં વાહન સંપૂર્ણપણે પલટી ગયું હતું, પરંતુ સદનસીબે કોઈ મુસાફર કે રાહદારીને ઈજા થઈ ન હતી. જોકે, નજીકમાં પાર્ક કરેલી મોટરસાઇકલને થોડું નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે હજુ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી.

વધુ વાંચો : શરીર છોડ્યાં બાદ પોતાના ઘેર આવીને આત્મા સૌથી પહેલા જુએ છે આ ચીજ, હેરાન થઈ જવાશે

શું હવે વીમો મળશે?

આ પ્રશ્ન દરેકના મનમાં છે કે શું આવા અકસ્માતમાં વીમાનો દાવો મળશે? સીધો જવાબ છે હા! કોઈપણ નવી કાર ખરીદતી વખતે, તેનો વીમો ડિલિવરી પહેલાં જ થઈ જાય છે. તેથી, જો કારની ડિલિવરી સમયે અથવા શોરૂમ છોડતા જ કોઈ અકસ્માત થાય છે, તો તે વીમામાં આવરી લેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video delhi

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ