ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:51 AM, 28 November 2025
ADVERTISEMENT
હાલના સમયમાં ધૂમધામથી લગ્ન કરવા અને લગ્ન પાછળ ભારે ખર્ચો કરવો, એ જાણે પ્રતિષ્ઠા અને સંપત્તિનું પ્રદર્શન બની ગયા છે. હાલમાં પણ રાજસ્થાનના ઉદયપુરમાં આવા જ બહુચર્ચિત લગ્ન થયા. એવા સમયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નાના દીકરાના લગ્ન સમૂહ લગ્ન સમારોહમાં થશે, જે સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે આયોજિત થાય છે. આ સમૂહ લગ્ન 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે થવાના છે. મુખ્યમંત્રીના નાના દીકરા ડૉ. અભિમન્યુ યાદવના લગ્ન ડૉ. ઇશિતા યાદવ પટેલ સાથે થશે. મુખ્યમંત્રીના પુત્ર અને તેમની ભાવિ પુત્રવધૂ બંને ડૉક્ટર છે.
ADVERTISEMENT
અખિલ ભારતીય યાદવ મહાસભા આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં અન્ય એકવીસ યુગલોના પણ લગ્ન થશે. ખાસ વાત એ છે કે, મુખ્યમંત્રીના પુત્ર માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. અન્ય તમામ યુગલોની જેમ, મુખ્યમંત્રીના દીકરાના લગ્ન થશે.

ADVERTISEMENT
આ કાર્યક્રમની તૈયારીઓમાં સામેલ લોકોએ જણાવ્યું કે મુખ્યમંત્રીના પુત્રના લગ્ન માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. કોઈ ભવ્ય સજાવટ કે ધામધૂમ નહીં હોય. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી તરફથી પસંદગીના મહેમાનોને આમંત્રણો મોકલવામાં આવ્યા છે. તેમણે બધા આમંત્રિતોને કોઈપણ પ્રકારની ભેટ ન આપવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: VIDEO : ગોવામાં દુનિયાની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમા કેવી દેખાય છે? જુઓ ભવ્ય વીડિયો
ADVERTISEMENT
આ પહેલી વાર નથી, જ્યારે મુખ્યમંત્રી તેમના સંતાનોના લગ્ન સાદાઈથી કરી રહ્યા હોય. ગયા વર્ષે, મુખ્યમંત્રીના મોટા દીકરા વૈભવના લગ્ન પણ રાજસ્થાનમાં સાધારણ રીતે થયા હતા. મુખ્યમંત્રીની આ પહેલની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ચોક્કસપણે એ લોકો માટે એક શક્તિશાળી સંદેશ હશે જેઓ પોતાની બધી બચત લગ્નમાં ખર્ચ કરે છે, ઘણીવાર તો લોન પણ લઈને લગ્નમાં ભારે ધૂમધામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT