ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ગોવામાં દુનિયાની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમા કેવી દેખાય છે? જુઓ ભવ્ય વીડિયો

ધાર્મિક / VIDEO : ગોવામાં દુનિયાની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમા કેવી દેખાય છે? જુઓ ભવ્ય વીડિયો

Published By: Priykant Shrimali

Last Updated: 10:41 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goa Lord Ram : આ પ્રતિમા ભારતના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે- એ જ કલાકાર જેમણે ગુજરાતમાં વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું હતું, અહીં જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Goa Lord Ram : દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે શુક્રવારે એક ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમા ભારતના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે- એ જ કલાકાર જેમણે ગુજરાતમાં વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું હતું. ભવ્ય આ પ્રતિમા મઠના આધ્યાત્મિક અને ઐતિહાસિક સૌંદર્યમાં એક નવો અધ્યાય ઉમેરે છે.

પ્રધાનમંત્રીનો પ્રવાસ અને વિશેષ કાર્યક્રમો

પીએમ મોદી બપોરે 3:45 કલાકે મઠના પ્રાંગણમાં પહોંચતા તેમના અવરજવર માટે મઠની અંદર ખાસ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી તેમણે ભવ્ય જાહેર સભાને સંબોધિત કરશે. આ પ્રસંગે ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક, તેમજ રાજ્ય મંત્રીમંડળના અનેક સભ્યો હાજર રહેશે.

‘સારદ પંચશતામનોત્સવ’-550મી વર્ષગાંઠની ઉજવણી

શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવન્તમ મઠની 550મી વર્ષગાંઠ ‘સારદ પંચશતામનોત્સવ’ નિમિત્તે આ ખાસ આયોજન કરાયું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ પ્રતિમાનું અનાવરણ ઉપરાંત બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. રામાયણ થીમ પાર્ક ગાર્ડન, રામ સંગ્રહાલય (પ્રગતિમાં). આ ઉપરાંત પીએમ મોદીએ એક વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું પણ વિમોચન કરશે.

દ્વૈત સંપ્રદાયની પવિત્ર પરંપરા

શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ દ્વૈત વેદાંતના આચાર્ય જગદગુરુ માધવાચાર્ય દ્વારા સ્થાપિત દ્વૈત સંપ્રદાયને અનુસરે છે. આ મઠ ગૌડ સારસ્વત બ્રાહ્મણ વૈષ્ણવ પરંપરાનો પ્રથમ અને સર્વોચ્ચ મઠ ગણાય છે. દક્ષિણ ગોવાના પાર્થગલી ગામમાં નદીના કિનારે સ્થિત આ મઠ છેલ્લા અનેક સદીઓથી આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે.

ભવ્ય 77 ફૂટની પ્રતિમા-ગોવા પર્યટનનું નવું કેન્દ્ર

ગોવાના જાહેર બાંધકામ મંત્રી દિગંબર કામતના જણાવ્યા અનુસાર ભગવાન રામની આ 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા વિશ્વમાં પોતાની જાતની સૌથી ઊંચી પ્રતિમા બની છે. નજીકના વર્ષોમાં આ ગોવાના પર્યટનમાં એક મોટું કેન્દ્રબિંદુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : એકનાથ શિંદે ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ સાથે અણબનાવની વચ્ચે મંત્રીનો મોટો દાવો

ઉજવણી દરમિયાન હજારો ભક્તોની અવરજવર

27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ 550મી વર્ષગાંઠની ઉજવણીમાં દરરોજ 7,000 થી 10,000 ભક્તો મઠની મુલાકાત લેવા આવતા હોવાનું આયોજકોનું અનુમાન છે. સમગ્ર મઠ સંકુલને આ અવસર માટે ખાસ શણગારવામાં આવ્યું છે, જેથી ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ મળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gokarna Portagali Jiwotma Math PM Modi Lord Ram

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ