ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / એકનાથ શિંદે ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ સાથે અણબનાવની વચ્ચે મંત્રીનો મોટો દાવો

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ સાથે અણબનાવની વચ્ચે મંત્રીનો મોટો દાવો

Published By: Priykant Shrimali

Last Updated: 10:26 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Politics : ફરી ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ, શું એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે? ભાજપ-શિવસેના તણાવ વચ્ચે મોટો દાવો, અહીં ક્લિક કરી જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Maharashtra Politics : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચાવી શકે એવો મોટો દાવો શિવસેના (શિંદે જુથ) ના મંત્રી દાદા ભૂસેએ કર્યો છે. ભાજપ અને શિવસેના વચ્ચેના તણાવ વચ્ચે ભૂસેએ જણાવ્યું છે કે, એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે અને લોકો તેમને રાજ્યનું નેતૃત્વ કરતા જોવા આતુર છે.

નંદુરબારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને યોજાયેલી રેલીમાં શાળા શિક્ષણ મંત્રી ભૂસેએ કહ્યું કે, જો તમે આજે પણ લોકોને પૂછો કે તેમના હૃદયમાં કયો મુખ્યમંત્રી છે, તો તેઓ એકનાથજી શિંદેનું જ નામ લેશે. ચિંતા ન કરો… ભાગ્યમાં એવું જ લખાયું છે કે આપણે તેમને ફરીથી રાજ્યનું નેતૃત્વ કરતા જોઈશું. તેઓએ દાવો કર્યો કે શિંદે એવા મુખ્યમંત્રી હતા, જે રાત્રે મોડે સુધી લોકોના પ્રશ્નો સાંભળતા, દિવસના 20–22 કલાક કામ કરતા, અને મહત્વપૂર્ણ નિર્ણયો ઝડપથી લેતા. ભૂસેએ વધુમાં કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ શિંદેની કામ કરવાની ગતિ અને કાર્યશૈલીની વખાણ કરી ચૂક્યા છે.

ઈતિહાસ રચી ચૂકેલા 2022ના શિવસેના વિભાજનનો મુદ્દો ફરી ગરમાયો છે.ભાજપના ધારાસભ્ય તાનાજી મુતકુલેએ શિવસેનાના જ ધારાસભ્ય સંતોષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુતકુલેનાં દાવા મુજબ 2022માં બાંગરેએ કથિત રીતે ₹50 કરોડ સ્વીકાર્યા હતા. તેમણે કહ્યું કે બાંગરે પહેલા ઉદ્ધવ ઠાકરેને છોડવા ના પાડી હતી, પરંતુ એક રાત્રામાં જ વલણ બદલ્યું. અનેક રાજકીય ચર્ચાઓ વચ્ચે બાંગરેએ પણ મુતકુલે સામે ટીકાત્મક નિવેદનો આપ્યા, જેથી બંને પક્ષો વચ્ચેનો મતભેદ ખુલ્લો થઈ ગયો છે.

દિલ્હીથી સંયમની સૂચના

હોર્સ-ટ્રેડિંગના આરોપોને લઈને વિવાદ વધતા સૂત્રો મુજબ ભાજપના કેન્દ્રીય નેતૃત્વે મહારાષ્ટ્રના નેતાઓને ધીરજ રાખવાનો હુકમ આપ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીની ઘોષણા સુધી સાવધાનીપૂર્વક રાહ જુઓ ની નીતિ અપનાવવા સૂચન કરવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે, હાલમાં ભાજપ–શિવસેનાના સંબંધો તણાવપૂર્ણ છે અને સ્થાનિક ચૂંટણીઓ પહેલા બંને પક્ષોમાં રાજકીય ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં માસુમ દીકરી સાથે દુષ્કર્મ કરનારનું એન્કાઉન્ટર, બંદૂક છીનવી ભાગવાનો કર્યો પ્રયાસ

શું શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે?

દાદા ભૂસેના દાવાથી શિંદે સમર્થકોમાં ઉત્સાહ તો વધ્યો છે, પરંતુ રાજકીય પરિસ્થિતિ હજી પણ અસ્પષ્ટ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને BMCના પરિણામો આ રાજકીય સમીકરણોને ક્યાં વાળે છે, તે જોવું રસપ્રદ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Eknath Shinde Shiv Sena

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ