ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મધ્યપ્રદેશમાં માસુમ દીકરી સાથે દુષ્કર્મ કરનારનું એન્કાઉન્ટર, બંદૂક છીનવી ભાગવાનો કર્યો પ્રયાસ

કાર્યવાહી / મધ્યપ્રદેશમાં માસુમ દીકરી સાથે દુષ્કર્મ કરનારનું એન્કાઉન્ટર, બંદૂક છીનવી ભાગવાનો કર્યો પ્રયાસ

Published By: Priykant Shrimali

Last Updated: 08:49 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raisen Encounter : 6 વર્ષની બાળકી પર બળાત્કારના ગંભીર આરોપોમાં ફરાર સલમાનને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Raisen Encounter : મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 6 વર્ષની બાળકી પર બળાત્કારના ગંભીર આરોપોમાં ફરાર સલમાનને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. રાજ્યભરમાં આ ઘટનાએ ભારે રોષ ફેલાવ્યો હતો, જેના કારણે સરકાર તથા પોલીસ તંત્ર પર તાત્કાલિક કાર્યવાહીનો દબાણ વધ્યો હતો.

ઘટના કેવી રીતે બની?

21 નવેમ્બરના રોજ રાયસેન જિલ્લાના જંગલ વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. 6 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે આરોપી સલમાને તેને ચોકલેટ આપવાની લાલચ આપી જંગલ તરફ લઈ ગયો. ત્યાં તેણે બાળકી પર અત્યાચાર ગુજારી તેને ગંભીર હાલતમાં છોડીને ભાગી ગયો. સ્થાનિક લોકોએ જંગલમાંથી રડવાની અવાજ સાંભળી બાળકી શોધી કાઢી અને તરત જ ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરી. બાળકીની હાલત ગંભીર હતી. પોલીસએ આરોપીને પકડવા માટે ₹30,000 નો ઈનામ જાહેર કર્યો હતો.

રાજ્યભરમાં તણાવ અને વિરોધ પ્રદર્શનો

ઘટના પછી રાયસેન સહિત ઘણા જિલ્લાઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. અનેક સ્થળોએ આરોપીના પૂતળા સળગાવાયા, પથ્થરમારો અને રોડ બ્લોકેજ જેવી ઘટનાઓ પણ નોંધાઈ. પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે વધારાના દળોની તૈનાતી કરવી પડી. મુખ્યમંત્રી મોહન યાદવે રાત્રે તાત્કાલિક બેઠક બોલાવી અને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો. રાયસેનના એસપી પંકજ પાંડેને હટાવી મુખ્યાલયમાં બદલી કરવામાં આવી જ્યારે આશુતોષ નવા એસપી તરીકે નિયુક્ત થયા.

પોલીસે આરોપીને કિરાતનગર નજીક વાહનનું ટાયર અચાનક ફ્લેટ થયું. આ દરમિયાન સલમાને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં પોલીસે તેના પગમાં ગોળી મારી. આ પછી એક સ્થાનિક વ્યક્તિએ સલમાનને ઝડપી ફરીથી પોલીસના હવાલે કર્યો.

પોલીસ જણાવે છે કે, ભાગવાની કોશિશ અને હુમલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટૂંકું એન્કાઉન્ટર જરૂરી બન્યું. ગંભીર રીતે ઘાયલ સલમાનને ભોપાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી.

આ પણ વાંચો : અમદાવાદ જતી એર ઇન્ડિયા ફ્લાઇટના કાર્ગો હોલ્ડમાં ધુમાડો દેખાયો, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ

પરિસ્થિતિ નિયંત્રણમાં, પણ રોષ યથાવત

ઘટનાએ રાજ્યભરમાં બાળ સુરક્ષા અને મહિલાઓ સામે વધતા ગુનાઓને લઈને ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જ્યો છે. સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી અને પોલીસની તુરંત પ્રતિક્રિયા છતાં, જનતા વચ્ચે હજુ પણ ગુસ્સો અને દુઃખનું માહોલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Raisen Encounter Salman encounter

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ