ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / "ફાંસી પર લટકાવી દો..." રાજ્યસભામાં ફરી ભડક્યા જયા બચ્ચન, સભાપતિ સાથે ગરમા ગરમી

નેશનલ / "ફાંસી પર લટકાવી દો..." રાજ્યસભામાં ફરી ભડક્યા જયા બચ્ચન, સભાપતિ સાથે ગરમા ગરમી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:12 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha: સપા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર રાજ્યસભામાં ભડક્યા, સભાપતિ સાથે તેમની ચકમક થતા માહોલ ગરમાયો હતો.

ADVERTISEMENT

Rajya Sabha: સપા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર રાજ્યસભામાં ભડક્યા, સભાપતિ સાથે તેમની ચકમક થતા માહોલ ગરમાયો હતો. ઉપલા ગૃહ ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચર્ચા કરી રહ્યું હતું ત્યારે સપા સાંસદ ગુસ્સે થઈ ગયા હતા.

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ફરી એકવાર ગુસ્સે થયા. ઉપલા ગૃહમાં ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચર્ચા કરી રહ્યું હતું. જયા બચ્ચન બોલવા માટે ઉભા થયા પરંતુ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ વાતચીત શરૂ કરી, જેનાથી તેઓ ગુસ્સે થયા. જ્યારે ચેયરથી ડૉ. દિનેશ શર્માએ સપા સાંસદને તેમની તરફ જોઈને બોલવા કહ્યું ત્યારે તેમણે "ફાંસી પર લટકાવી દેવાની" સુધીની વાત કહી દીધી હતી.

શું છે મામલો?

જયા બચ્ચને કહ્યું, "કાલે રામ નવમી છે, તમને બધાને રામ નવમીની શુભકામનાઓ." પછી તેણીએ અચાનક ચૂપ થઈ જતા વાતચીત કરી રહેલા સભ્યો તરફ ધ્યાન જાય છે. ત્યારબાદ તેઓ અચાનક ચુપ થઇ જાય છે. ચેયરથી ડિપ્ટી ચેરમેન પેનલના ડોક્ટર દિનેશ શર્માએ તેમને તેમની સામુ જોઇ બોલવા માટે કહ્યુ. આના પર તેઓ કહે છે, "ના, હું... જો કોઈ બીજું વાત કરી રહ્યું હોય તો ધ્યાન ત્યાં જાય છે. જો હું બોલીશ, તો તમારું ધ્યાન મારા તરફ હશે." ખુરશી પરથી શર્માએ જવાબ આપ્યો, "ઘણા લોકો બોલતા હોય છે. તેઓ સભ્યોને બેસવાનું પણ કહે છે."

"ફાસી પર લટકાવી દો."

આ પછી જયા બચ્ચને કહ્યું, "બાળકો બેસી જાઓ." ખુરશી પરથી દિનેશ શર્માએ કહે છે તમે તમારો સમય બગાડી રહ્યા છો." તેમણે જવાબ આપ્યો, "કોઈ વાંધો નહીં સાહેબ. તમારા હાથમાં દરેકનો સમય છે. જેટલું જોઈએ તેટલું આપો. ફાંસી પર લટકાવી દો." પછી તેમણે કહ્યુ, "બસ તેમને લટકાવી દો, કમજોર લોકોને." આટલું કહ્યા પછી તે ફરીથી ચૂપ જાય છે. ચેયરથી શર્માએ પછી જયા બચ્ચનને કહ્યું કે તે પોતાનો સમયનો સદઉપયોગ કરે. ટ્રેઝરી બેન્ચ તરફ ઈશારો કરીને બચ્ચને કહ્યું, "તમે મને અટકાવો, તેમને અટકાવશો નહીં, સાહેબ." શર્માએ આના પર કહ્યું, "મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે કોઈ વચ્ચે બોલશે નહીં."

vtv app promotion

આ પણ વાંચોઃ દેશમાં નવા 100 એરપોર્ટના નિર્માણને મળી મંજૂરી, કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

"...હું વેલમાં ચાલી જઈશ."

જયા બચ્ચને કહ્યું, "તેઓ તમારી વાત ન સાંભળે તો તેમની સામે કાર્યવાહી કરો. તમે ખુરશી પર બેઠા છો." આના પર દિનેશ શર્માએ જવાબ આપ્યો, "ક્યારેક આ બાજુના લોકો સાંભળતા નથી, ક્યારેક બીજી બાજુના લોકો સાંભળતા નથી." જયા બચ્ચને કહ્યુ, "સાહેબ, હું ભૂતકાળ વિશે વાત નથી કરી રહી, હું અત્યારની વાત કરી રહી છું." જ્યારે જયા બચ્ચન બોલી રહ્યા હતા ત્યારે કોઈએ કહ્યું, "ટાઇમ જતો રહેશે." જયા બચ્ચને જવાબ આપ્યો, "ના, સમય કેવી રીતે જતો રહેશે હું વેલમાં જતી રહીશ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaya Bachchan Rajya Sabha Dr Dinesh Sharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ