ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મેં કોઇ સીતા મા નહીં હૂં...', હર્ષા રિછારિયા ફરીથી કેમ ચર્ચામાં? જુઓ Video

ટ્રેન્ડિંગ / 'મેં કોઇ સીતા મા નહીં હૂં...', હર્ષા રિછારિયા ફરીથી કેમ ચર્ચામાં? જુઓ Video

Published By: Vidhata Gothi

Last Updated: 03:56 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Harsha Richhariya Video: સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર હર્ષા રિછારિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એટ કહી રહી છે કે તે હવે ધર્મનો માર્ગ છોડી દેશે.

ADVERTISEMENT

મહાકુંભ 2025થી ચર્ચામાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર હર્ષા રિછારિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હર્ષા રિછારિયા ધર્મનો માર્ગ છોડવાનો દાવો કરી રહી છે. મોડેલ અને એન્કર રહી ચૂકેલી હર્ષા રિછારિયા મહાકુંભ 2025માં નિરંજની અખાડામાં જોવા મળી હતી, જે પછી તે ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. ધર્મ આધારિત કન્ટેન્ટ બનાવનાર હર્ષા રિછારિયા હવે ધર્મનો માર્ગ છોડવાની જાહેરાત કરીને ચર્ચાઓમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હર્ષ રિછારિયા એવું કહેતી દેખાઈ રહી છે કે હું કોઈ માતા સીતા નથી કે અગ્નિ પરીક્ષા આપીશ. સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે ધર્મનો માર્ગ છોડશે અને પોતાનું જૂનું કામ કરશે.

સોમવારે રાત્રે શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, હર્ષ રિછારિયા કહી રહી છે કે પ્રયાગરાજ મહાકુંભ 2025થી શરૂ થયેલી આ કહાની હવે ખતમ થઈ રહી છે. મને આ દરમિયાન ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો અને મેં આ દરમિયાન ઘણી પરીક્ષાઓ આપી અને ઘણું બધું કર્યું. તે આગળ કહેતી દેખાય છે કે તે હવે તેના જૂના કામ તરફ પરત ફરી રહી છે.

હર્ષ રિછારિયા વીડિયોમાં કહી રહી છે - "હું શું કરી રહી હતી? હું કોઈ ખોટું કામ નહોતી કરી રહી હતી. હું ચોરી નહોતી કરી રહી, હું લૂંટ નહોતી કરી રહી, બળાત્કાર નહોતી કરી રહી, પરંતુ ધર્મના રસ્તે ચાલીને હું જે કંઈ પણ કરી રહી હતી, મને વારંવાર રોકવામાં આવી. મારું મનોબળ વારંવાર તોડવામાં આવ્યું."

vtv app promotion

સાથે જ તેણે પોતાના પર પૈસાનું દેવું હોવાની વાત કહી અને જણાવ્યું કે લોકોને લાગે છે કે મેં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ હું દેવામાં ડૂબેલી છું. તેણે જણાવ્યું કે હું એંકરીંગ કરી રહી હતી અને મારુ પ્રોફેશન ઘણું સારું હતું. હું વિદેશમાં પણ કામ કરીને સારા એવા પૈસા કમાઈ રહી હતી અને હું તેમાં ખૂબ જ ખુશ હતી.

આ પણ વાંચો: '...તો મુંહતોડ જવાબ આપીશું', પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ખુલ્લી ચેતવણી

હર્ષાએ આગળ કહ્યું, "વિરોધ કરવો, કદાચ મારા દેશમાં આ એક વસ્તુ સૌથી સરળ છે એક છોકરી સાથે. જો તમે તેનું મનોબળ ન તોડી શકો તો તેનું ચરિત્ર હનન કરો, ત્યારે તો તે તૂટશે. તો ભાઈ તમારો ધર્મ તમારી પાસે રાખો. હું કોઈ માતા સીતા નથી કે અગ્નિપરીક્ષા આપીશ. એક વર્ષથી જેટલી પરીક્ષા આપવાની હતી, જેટલું કરવાનું હતું, મે કરી લીધું. હવે બહુ થયું. આ મૌની અમાવસ્યા પર માઘ મેળામાં હું સ્નાન કરીશ, અને તે સ્નાન સાથે, જે ધર્મના માર્ગે ચાલવાનો મેં સંકલ્પ લીધો હતો, તે સંકલ્પને હું વિરામ આપીશ અને પાછું પોતાનું જૂનું કામ કરીશ."

હર્ષ રિછારિયાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો તેના કામના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsha Richhariya Viral Video Harsha Richhariya Social Media Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ