ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / '...તો મુંહતોડ જવાબ આપીશું', પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ખુલ્લી ચેતવણી

હુંકાર / '...તો મુંહતોડ જવાબ આપીશું', પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ખુલ્લી ચેતવણી

Published By: Priyankka Triveddi

Last Updated: 03:10 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેમની દરેક હરકતનો તેમને જડબાતોડ જવાબ મળશે. ઓપરેશન સિંદૂર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સેનાને તેમાં સ્વતંત્રતા આપવામાં આવી છે.

ADVERTISEMENT

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફરીએક વાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને તેની હર એક હરકતનો જવાબ મળશે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરે ભારતની રણનૈતિક વિચાર અને નિર્ણાયક ક્ષમતાને સ્પષ્ટ રૂપે જોઈ છે. આ ઓપરેશન અંતર્ગત સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી અને હજૂ પણ જરૂર પડશે તો તેઓ કાર્યવાહી કરવા માટે તૈયાર છે.

ભારત-ચીન સીમાની સ્થિતિને લઈને સેના પ્રમુખે કહ્યું કે " હાલ પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ અમારી સતત નજરની જરૂર છે." તેમણે જણાવ્યું કે આ વિશે વાતચીત ચાલુ છે જેના લીધે સ્થિતિને સામાન્ય બનાવી રાખવામાં મદદ મળી રહી છે. સાથે જ સીમા પર સેનાનું સંતુલન અને મજબૂતી પણ બની રહી છે.

પાકિસ્તાનને કડક સંદેશ આપતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે

" પાકિસ્તાનની પરમાણુ ધમકીઓની હવા નીકળી ગઈ છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે બતાવી દીધું કે ભારત કોઈપણ કસોટીનો જવાબ આપવામાં સક્ષમ છે. "

સેના પ્રમુખે વધુમાં કહ્યું કે " ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને પાકિસ્તાન તરફથી કોઈપણ અનિચ્છનીય બનાવનો જવાબ આપવામાં આવશે. કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ભારતની સેના દરેક સ્થિતિ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."

પહેલગામ હુમલા પછી શું લીધો નિર્ણય?

સેના પ્રમુખે જણાવ્યું કે આપત સ્થિતિમાં લડવા માટે કોર કમાન્ડોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. કોઈપઆન સંકટના સમયે ત્વરિત નિર્ણય લઈને કાર્યવાહી કરી શકશે. તેમણે કહ્યું કે આ પગલું સેનાની તૈયારીઓને અને પ્રતિક્રિયાની ક્ષમતાને વધુ મજબૂત કરે છે. જનરલ દ્વિવેદીનું કહેવું છે કે પહેલગામ હુમલા પછી દેશે કડક અને નિર્ણાયક જવાબ આપવાનો નિર્ણય લીધો છે. આ ઓપરેશન સઇન્દોર અંતર્ગત યોજના બનાવી હતી અને તેને અંજામ આપવામાં આવ્યો હતો. સેના પ્રમુખે કહ્યું કે 7 મે ના રોજ આ 22 મિનિટમાં ઓપરેશનની શરૂઆત થઈ હતી ત્યારબાદ 10 મે સુધી આ 88 કલાક ચાલી હતી જેમાં આતંકીઓના ઘણા ઠેકાણા તોડી પડાયા હતા.

આ પણ વાંચો: શું હોય છે આ ટ્રાન્ઝિટ વિઝા? જેની જર્મની તરફથી ભારતીયોને અપાઇ છૂટ, જાણો ફાયદો

vtv app add

સેના પ્રમુખે કહ્યું લે જમ્મુ કાશ્મીરમાં સકારાત્મક બદલાવના સંકેત દેખાય છે. તેમણે જણાવ્યું કે જે તેજીથી વિકાસ કર્યો થઈ રહ્યા છે ફરી પર્યટન ગતિવાન થઈ રહ્યું છે. અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં 4લાખ થી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા જે ગયા 5 વર્ષ કરતાં વધુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor Army Chief Upendra Dwivedi India China Border

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ