ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / "મેં બુમાબુમ કરતા...", ગુરુગ્રામની હોટલમાં મહિલા કેબિન ક્રૂ સાથે દુષ્કર્મની કોશિશ, કિસ્સો ડરામણો

શરમજનક / "મેં બુમાબુમ કરતા...", ગુરુગ્રામની હોટલમાં મહિલા કેબિન ક્રૂ સાથે દુષ્કર્મની કોશિશ, કિસ્સો ડરામણો

Published By: Vidhata Gothi

Last Updated: 11:48 AM, 12 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામની એક હોટલમાં એરલાઇન કંપનીમાં કામ કરતી કેબિન ક્રૂ યુવતી સાથે તેના જ સહકર્મીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો છે. સેક્ટર 29 પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆરઆઈ નોંધાઈ છે.

ADVERTISEMENT

હરિયાણાના ગુરુગ્રામથી જાતીય સતામણીનો એક મામલો સામે આવ્યો છે. એક એરલાઇન કંપનીમાં કામ કરતી 28 વર્ષીય કેબિન ક્રૂ સુપરવાઇઝરે તેના સહકર્મી પર તેની સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના સહકર્મીએ તેના કપડાં પણ ઉતારવાનો પ્રયાસ કર્યો. સેક્ટર 29 પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆરઆઈ નોંધી લેવામાં આવી છે. ગુરુગ્રામ પોલીસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 76 અંતર્ગત આ કેસ નોંધી લીધો છે. પોલીસ જણાવ્યું કે મહિલાએ રવિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે, જલ્દી કાર્યવાહી કરવામાં આવશે.

માહિતી પ્રમાણે, આ આખી ઘટના ગુરુગ્રામના એક હોટલની છે. મહિલા હરિયાણાના રેવાડીની રહેવાસી છે અને દિલ્હીમાં નોકરી કરે છે. મહિલાએ જણાવ્યું કે આરોપી પાસે અલગ રૂમ બૂક કરવાના પૈસા ન હતા. જેને લીધે મહિલાએ આરોપીને તેની સાથ રૂમ શેર કરવા દીધો. આરોપીએ આ દરમિયાન પહેલા મહિલાને ખોટી રીતે ટચ કર્યું અને એ પછી તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો. મહિલાએ તરત જ આનો વિરોધ કર્યો અને પોલીસની આની જાણ કરી, જે પછી પોલીસે કેસ નોંધી લીધો. જો કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

મહિલાએ જણાવ્યું કે તે 7 ફેબ્રુઆરીએ આરોપી સાથે ઓફિશિયલ કામ માટે દેહરાદૂન જવા માટે નીકળી હતી. મહિલાએ જણાવ્યા પ્રમાણે, પહેલા તો આરોપી 250 કિલોમીટર સુધી ખોટી દિશામાં કાર ડ્રાઇવ કરી, જેને લીધે એ લોકો બુલંદશહેર પહોંચી ગયા. બુલંદશહેર પાસે રહેવાની કોઈ જગ્યા ન મળી તો તેમણે દિલ્હી પાછા ફરવાનો નિર્ણય લીધો, પણ આ બધામાં તેઓ એટલા બધા થાકી ગયા કે પાછા ફરતા સમયે ગુરુગ્રામમાં જ હોટ લઈ લીધી અને ત્યાં જ રોકાઈ ગયા.

vtv app promotion

મહિલાએ જણાવ્યું કે તેને સેક્ટર 29માં પોતાના માટે હોટલમાં રૂમ બૂક કરાવ્યો, પણ એના સહકર્મીએ કહ્યું કે તેની પાસે પૈસા ઓછા છે, તો મહિલાએ તેને રૂમ શેર કરવાની પરવાનગી આપી દીધી. ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે જ્યારે તે ઊંઘી ગઈ તો સહકર્મીએ તેની સાથે છેડછાડ કરી. જો કે તેને બૂંબૂમ કરી દીધી, જેથી હોટલનો સ્ટાફ તેની મદદે આવ્યો અને તેને બચાવી.

આ પણ વાંચો: બારમા પર કાશી આવ્યા, બંધ રુમમાં મળી ભાઈ-બહેનની લાશ, મોક્ષ-6 લાખ પર સસ્પેન્સ

પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાના પતિ ઇન્ડિયન આર્મીમાં સેવા આપી ચૂક્યા છે. તેમના લગ્ન 2019 માં થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે FIR નોંધાયા પછી વારંવાર કૉલ કર્યા પછી પણ મહિલા હજુ સુધી પોલીસ સ્ટેશન પાછી નથી આવી. અધિકારીએ જણાવ્યું કે અમે પીડિતાને બોલાવી છે, પણ હજુ સુધી વિગતવાર તપાસ માટે આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gurugram Sexual Assault Gurugram Crime News Woman Alleges Molestation

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ