ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તમિલનાડુમાં પ્રતિબંધ, રાજસ્થાનમાં એક્શન, માસૂમોના મોત બાદ 'કફ સિરપ'ને લઈ દેશભરમાં હલચલ

સાવધાન / તમિલનાડુમાં પ્રતિબંધ, રાજસ્થાનમાં એક્શન, માસૂમોના મોત બાદ 'કફ સિરપ'ને લઈ દેશભરમાં હલચલ

Published By: Vidhata Gothi

Last Updated: 11:11 AM, 4 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cough Syrup Row: મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ સાથે જોડાયેલા કફ સિરપ વિવાદથી દેશભરમાં ચિંતા વધી ગઈ છે. જયારે કેન્દ્ર સરકારે રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. તો તમિલનાડુમાં કોલ્ડ્રિફ સિરપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોત થયાની ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. આ મામલો સામે આવ્યા પછી તમિલનાડુ સરકારે વિવાદાસ્પદ સિરપ "કોલ્ડ્રિફ" ના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જયારે રાજસ્થાન સરકારે પણ કડક પગલા લેતા રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધો છે અને કંપનીની દવાઓનું વિતરણ અટકાવી દીધું છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ ન આપવામાં આવે.

cough-syrup2-

Cough Syrup Row: રાજસ્થાનમાં મોટી કાર્યવાહી

રાજસ્થાન સરકારે શુક્રવારે એક મોટું પગલું ભરીને રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ જયપુરની Kaysons Pharma કંપનીની દવાઓનું વિતરણ પણ અટકાવી દીધું છે. આ પહેલા બાળકોને વિવાદિત સિરપ આપવાના આરોપમાં ડો. પલક કુલવાલ અને ફાર્માસિસ્ટ પપ્પુ કુમાર સોનીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

Cough Syrup Ban: તમિલનાડુમાં કોલ્ડ્રિફ સિરપ પર પ્રતિબંધ

તમિલનાડુ સરકારે 1 ઓક્ટોબરથી કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આરોગ્ય વિભાગે કંપનીના કાંચીપુરમ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને સેમ્પલ લઈ લીધા છે. આ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં ડાયથિલિન ગ્લાયકોલ જેવા ખતરનાક કેમિકલ્સ છે કે કેમ તેની તપાસ થઈ શકે.

cough-syrup

'2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપો કફ સિરપ'

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરી છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી અને શરદીની દવા ન આપવામાં આવે. DGHSની આ ગાઇડલાઇનનો હેતુ શંકાસ્પદ સિરપથી બાળકોના જીવ બચાવવાનો છે.

રાજસ્થાનમાં ઘર-ઘર અભિયાન

રાજસ્થાન સરકારે શનિવારે સમગ્ર પ્રદેશમાં ઘરે-ઘરે સર્વે અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશા, એએનએમ અને સીએચઓ લોકોને જાગૃત કરશે કે તેઓ ડૉક્ટરની સલાહ વિના શરદી-ખાંસીની દવા ન લે. બાળકોની પહોંચથી દવાઓ દૂર રાખે અને ખરાબ અસર થવા પર તરત પગલા ભરવાની સલાહ આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પ્રોટોકોલ વિના દવા લખવા કે વિતરણ કરવા પર સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.

Vtv App Promotion 2

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડિરેક્ટર ડૉ. અમિત યાદવે જણાવ્યું કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડેક્સ્ટ્રોમોર્ફોન યુક્ત દવાઓ ન આપવી જોઈએ. લોકોને સમ્જાણ્યું કે તેઓ ઘરમાં મૂકેલી દવાઓ કોઈ પણ તબીબી સલાહ વિના ન લે. જો દવા લીધા પછી કોઈ પણ પ્રકારની આડઅસર થાય છે, શ્વાસ લેવામાં તકલીફ, સુસ્તી, બેભાન થવું, ઉલટી થવી અથવા એટેક જેવા લક્ષણો દેખાય, તો તેમણે નજીકની હોસ્પિટલ અથવા હેલ્પલાઇન નંબર 104/108 અથવા રાજ્ય-સ્તરીય કંટ્રોલ રૂમ નંબર 0141-2225624નો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: સાવધ રહેજો! 75 વર્ષના શખ્સનું સુહાગરાતે જ કેમ થઈ ગયું મોત? પોસ્ટમોર્ટમમાં આવ્યું હેરાનીભર્યું કારણ

રાજસ્થાનનું સિરપ સલામત

દરમિયાન, રાજસ્થાન સરકારે લેબ ટેસ્ટ કરાવ્યા છે, એજમાં મળી આવ્યું છે કે વિવાદાસ્પદ સિરપના સેમ્પલ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહે જણાવ્યું કે દવામાં કોઈ અનિયમિતતા જોવા મળી નથી, જોકે તપાસ ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર: કોડીન સિરપ અને ડ્રગ્સ કરાયા નષ્ટ

થાણે, પાલઘર અને MBVV પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને 26,935 લિટર કોડીન આધારિત કફ સિરપ સહિત 147 કરોડ રૂપિયાના નાર્કોટિક ડ્રગ્સ અને દવાઓ નષ્ટ કરી છે. આ કાર્યવાહી મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરીથી કરવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh-Rajasthan Cough Syrup Death Cough Syrup Row Coldrif ban in Tamilnadu

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ