બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'જ્યાં કોંગ્રેસ મજબૂત ત્યાં જ મતદારોને ટાર્ગેટ કરાયા', પ્રેઝન્ટેશનમાં જ રાહુલ ગાંધીએ પોલ ખોલી નાખી
Last Updated: 12:04 PM, 18 September 2025
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વોટ ચોરીના આરોપો પર હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેઝન્ટેશન દ્વારા રાહુલ ગાંધીએ વોટ ચોરીના આરોપો અને પુરાવા રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ જાણી જોઈને કોંગ્રેસના મતદારોને નિશાન બનાવી રહ્યું છે અને તેમના નામ ડિલીટ કરી રહ્યું છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની સાથે એવા મતદારોને પણ લાવ્યા, જેમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં અવ્યા છે.
ADVERTISEMENT
પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસે X પર રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કરીને લખ્યું - "સીટ બેલ્ટ બાંધી લો..." રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં બિહાર, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મતદાર યાદીઓમાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "First of all, this is not the H-bomb, the H-bomb is coming. This is another milestone in setting up and demonstrating to the youth of this country how elections are being rigged." pic.twitter.com/VATXEeCH1o
— ANI (@ANI) September 18, 2025
ADVERTISEMENT
સિસ્ટમને હાઇજેક કરીને મત ડિલીટ કરવાનો રાહુલે લગાવ્યો આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું, "આલંદ કર્ણાટકનો એક વિધાનસભા મતવિસ્તાર છે. ત્યાં કોઈએ 6,018 મત ડિલીટ કરી નાખવાનો પ્રયાસ કર્યો. અમને નથી ખબર કે 2023ની ચૂંટણીમાં કુલ કેટલા મત ડિલીટ કરવામાં આવ્યા, પરંતુ આ સંખ્યા 6,018 કરતા ઘણી વધારે હતી. બન્યું એવું કે આ 6,018 મતો ડિલીટ કરતી વખતે ભૂલથી આ મામલો સામે અવી ગયો. બન્યું એવું કે એક બૂથ-લેવલ અધિકારીએ જોયું કે તેના કાકાનો મત ડિલીટ થઈ ગયો છે. તેણે તપાસ કરી કે તેના કાકાનો મત કોણે ડિલીટ કહ્યો, તો ખબર પડી કે પાડોશીએ ડિલીટ કર્યો છે. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મેં કોઈ મત ડિલીટ નથી કર્યા. એટલે કે જે વ્યક્તિએ મત ડિલીટ કર્યો અને જે વ્યક્તિનો મત ડિલીટ થયો, બંનેમાંથી કોઈને પણ આ વિશે કશું ખબર ન હતી. હકીકતમાં કોઈ અન્ય તાકાતે સિસ્ટમને હાઇજેક કરીને આ મતો ડિલીટ કર્યા હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy." pic.twitter.com/1U4aRq6ooT
— ANI (@ANI) September 18, 2025
લોકશાહીને ખતમ કરનારાઓને બચાવી રહ્યું છે ચૂંટણી પંચ
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ભારતીય લોકશાહીને નષ્ટ કરનારાઓનું રક્ષણ કરી રહ્યા છે. રાહુલે કહ્યું, "હું આ પ્લેટફોર્મ પરથી એવું કંઈ નહીં કહું જે 100% સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે મારા દેશને પ્રેમ કરે છે, મારા બંધારણને પ્રેમ કરે છે, લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરે છે, અને હું તે જ પ્રક્રિયાનું રક્ષણ કરી રહ્યો છું. હું અહીં એવું કંઈ નહીં કહું જે 100% પુરાવા પર આધારિત ન હોય અને જેને તમે ચકાસી ન શકો."

ADVERTISEMENT
વોટ ચોરીના પુરાવા અંગે, રાહુલે કહ્યું, "હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. આ વોટ ચોરીનું વધુ એક ઉદાહરણ હતું. ગઈ વખતે જ્યારે મેં એડિશન વિશે જણાવ્યું હતું, આજે ડિલીશન વિશે જણાવ્યું છે. આ સેન્ટ્રલાઇઝેશન, કોલ સેન્ટરના ઉપયોગ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધી માહિતી નક્કર પુરાવા સાથે જણાવી રહ્યા છીએ. ECI ચીફ જ્ઞાનેશ કુમાર વોટ ચોરોની રક્ષા કરી રહ્યા છે."
આ પણ વાંચો: 'આ હાઇડ્રોજન બોમ્બ નથી....', લાઇવ PCમાં જ રાહુલ ગાંધીએ ફોડ્યો વોટર લિસ્ટમાં ગરબડ ગોટાળાનો ભાંડો
ADVERTISEMENT
રાહુલે કહ્યું, "જ્ઞાનેશ કુમાર જી, તમે તમારું કામ કરો"
રાહુલે કહ્યું, "મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારજીને અમારી સલાહ છે કે તમે તમારું કામ કરો, કર્ણાટક સીઆઈડીને એક અઠવાડિયાની અંદર જવાબ આપો. નહીં તો, દેશને સ્પષ્ટ થઈ જશે કે તમે ભારતના બંધારણની હત્યામાં સામેલ છો. યુવાનો તમારી પાસેથી જવાબ માંગશે."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.