બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 AM, 18 September 2025
Rahul Gandhi Press Conference: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં શરૂ થઈ રહેલી 10 દિવસની વર્કશોપમાં હજાર રહેવાના છે. પરંતુ તે પહેલા તેઓ આજે 18 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે 10 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પીએમ મોદીના 75 માં જન્મદિવસની ગઇકાલે એટલે કે 17 સપ્ટેમ્બર બુધવારના રોજ દેશભરમાં ઉજવણી થઈ હતી તેના બીજા જ દિવસે આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી 'હાઈડ્રોજન બોમ્બ' ફોડી શકે છે. રાહુલ ગાંધીની આ કોન્ફરન્સને લઈ ઘણી રાજકીય અટકળોને વેગ મળ્યો છે.
ADVERTISEMENT
જો કે રાહુલ ગાંધીએ બિહારના પટનામાં 1 સપ્ટેમ્બરે પોતાની 'વોટર અધિકાર યાત્રા' ના સમાપન પ્રસંગે કહ્યું હતું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં જ વોટ ચોરી પર હાઈડ્રોજન બોમ્બ ફોડશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો સામનો નહીં કરી શકે. તે પછી હવે આજે જે કોન્ફરન્સ યોજાવાની છે તેમાં આ મુદ્દો ઉઠે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગઇકાલે બુધવારે દેશ આખામાં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ મનાવાયો અને તે જ દિવસે એટલે કે બુધવાર સાંજે કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી.
પવન ખેરાએ X પર લખ્યું કે,
ADVERTISEMENT
Tomorrow 18 Sept, Special Press Briefing by the Leader of Opposition in Lok Sabha, Shri Rahul Gandhi at 10 am at Indira Bhawan Auditorium.
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) September 17, 2025
Media is requested to be seated by 9.30 am.
कल दिनांक 18 सितम्बर को सुबह 10 बजे इंदिरा भवन ऑडिटोरियम में लोक सभा में नेता प्रतिपक्ष श्री…
'18 સપ્ટેમ્બરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સવારે 10 વાગ્યે ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં વિશેષ પ્રેસ બ્રીફિંગ કરશે.'
ADVERTISEMENT
વધુ વાંચો: 500 કરોડનું કૌભાંડ, EDએ પૂર્વ સાંસદ અને બેંકના ચેરમેનની કરી ધરપકડ

ADVERTISEMENT
હાઈડ્રોજન બોમ્બને લઈને શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
બિહારમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે
ADVERTISEMENT
'વોટ ચોરીનો મતબલ અધિકારની ચોરી, અનામતની ચોરી, રોજગારની ચોરી, શિક્ષણની ચોરી, લોકશાહીની ચોરી, યુવાઓના ભવિષ્યની ચોરી. આ તમારી જમીન, તમારું રાશન કાર્ડ લઈને અદાણી-અંબાણીને આપી દેશે. મહાત્મા ગાંધીની હત્યા કરનારી શક્તિ બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેમને બંધારણની હત્યા નહીં કરવા દઇએ.'
તેમણે કહ્યું હતું કે
ADVERTISEMENT
'અમે બિહારની યાત્રા કરી. બિહારના તમામ યુવાનો ઉભા થયા. નાના-નાના બાળકો જીપની પાસે આવતા હતા, કહેતા હતા કે વોટ ચોર, ગાદી છોડ. વચ્ચે ભાજપના લોકો કાળા વાવટા દેખાડતા હતા. તમે એટમ બોમ્બનું નામ સાંભળ્યું છે? એટમ બોમ્બથી મોટો હાઈડ્રોજન બોમ્બ હોય છે. ભાજપના લોકો તૈયાર થઈ જાઓ, હાઈડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. સમગ્ર દેશને તમારી સચ્ચાઈ વિશે જાણ થશે. હાઈડ્રોજન બોમ્બ બાદ નરેન્દ્ર મોદીજી તમારો ચહેરો દેશને નહીં બતાવી શકો.'
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.