બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાલુની પુત્રી રોહિણી આચાર્યને ઘરમાં કાઢી મૂકતાં ભાઈ તેજ પ્રતાપે કર્યું મોટું એલાન, પરિવારમાં ઘમાસાણ!

બિહાર / લાલુની પુત્રી રોહિણી આચાર્યને ઘરમાં કાઢી મૂકતાં ભાઈ તેજ પ્રતાપે કર્યું મોટું એલાન, પરિવારમાં ઘમાસાણ!

Vidhata Gothi

Last Updated: 12:19 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલુ પ્રસાદ યાદવની દીકરીએ રાજકારણથી દૂરી બનાવી લીધી છે અને સંજય યાદવ અને રમીઝ પર આરોપ લગાવ્યા છે. ત્યારે તેજ પ્રતાપ યાદવે પોતાની બહેનના સમર્થનમાં એક નિવેદન બહાર પાડીને સલાહકારોને "જયચંદ" ગણાવ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મતભેદ ઊભા થઈ ગયા છે. ગઈકાલે લાલુની દીકરી રોહિણી આચાર્યએ રાજકારણ અને પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા. આ માટે તેણે સંજય યાદવ અને રમીઝને જવાબદાર ઠેરવ્યા છે. રોહિણીના નિવેદન બાદ તેજ પ્રતાપ યાદવનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમાં તેજ પ્રતાપે કહ્યું કે મારી સાથે જે કંઈ થયું તે મેં સહન કરી લીધું, પરંતુ મારી બહેન સાથે જે અપમાન થયું તે અસહ્ય છે.

તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, "ગઈકાલની ઘટનાએ મારા હૃદયને હચમચાવી નાખ્યું છે. મારી સાથે જે બન્યું તે મેં સહન કરી લીધું, પરંતુ મારી બહેન સાથે જે અપમાન થયું, તે કોઈ પણ સ્થિતિમાં અસહ્ય છે. તેમણે આગળ લખ્યું કે, "સાંભળી લો જયચંદો, પરિવાર પર વાર કરશો, તો બિહારના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. જ્યારથી મારી બહેન રોહિણીના ચપ્પલ ઉઠાવવાના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી મારા હૃદયમાં રહેલી વેદના આગમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે લોકોની લાગણીઓને ઠેસ પહોંચે છે, તો બુદ્ધિ પર પડેલી ધૂળ ઉડી જાય છે. આ થોડા ચહેરાઓએ તેજસ્વીની બુદ્ધિ પર પણ પડદો નાખી દીધો છે.

તેજ પ્રતાપનો તેમના પિતા લાલુને મેસેજ

તેજ પ્રતાપે આગળ લખ્યું કે આ અન્યાયના પરિણામો ભયંકર હશે. સમય ખૂબ જ કઠોર છે. હું માનનીય આરજેડી રાષ્ટ્રીય અધ્યક્ષ અને મારા પિતા, મારા રાજકીય ગુરુ લાલુ પ્રસાદ જીને આગ્રહ કરું છું. પિતાજી, એક સંકેત આપો, ફક્ત એક ઇશારો અને બિહારના લોકો આ જયચંદોને જમીનમાં દાટી દેવાનું કામ જાતે કરશે. આ લડાઈ કોઈ પક્ષની નથી, પરંતુ પરિવારના સન્માન, દીકરીની ગરિમા અને બિહારના સ્વાભિમાનની લડાઈ છે.

vtv app promotion

રોહિણીએ સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

શનિવારે રોહિણીએ X પર પોસ્ટ કરીને લખ્યું, હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવા કહ્યું હતું અને હું બધો દોષ મારા પર લઈ રહી છું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તેજસ્વીના નજીકના સાથી સંજય યાદવને લઈને લાલુ પરિવારમાં વિવાદ ઊભો થઈ ગયો છે.

આ પણ વાંચો: કોણ છે રમીઝ નેમત? જેની પર લાલુની પુત્રી રોહિણીએ લગાવ્યાં ગંભીર આરોપ, પરિવારમાં બબાલ

લાલુ યાદવને કિડની આપનાર દીકરી રોહિણી આચાર્યએ પાર્ટી અને પરિવારથી પોતાને અલગ કરી દીધી છે. તેણે મોડી રાત્રે રાબડીના નિવાસસ્થાન પણ છોડી દીધું છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે મારો કોઈ પરિવાર નથી. તેમણે જ મને પરિવારમાંથી કાઢી મૂકી છે. આખી દુનિયા સવાલ કરી રહી છે કે પાર્ટીની આ હાલત કેમ થઈ છે, પરંતુ તેમણે જવાબદારી નથી લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lalu Prasad Yadav Family Rohini Acharya Statement Tej Pratap Yadav
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ