બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 16 November 2025
Who is Rameez Nemat in RJD: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનની કારમી હાર બાદ, લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક ઝઘડો ફાટી નીકળ્યો છે. લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ પાર્ટીની ખરાબ હાર માટે તેના ભાઈ તેજસ્વી યાદવના નજીકના સાથીઓ સંજય યાદવ અને રમીઝને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ રોહિણીએ પાર્ટી અને પરિવારથી અલગ થવાની જાહેરાત કરી દીધી.
ADVERTISEMENT
RJD leader and Lalu Prasad Yadav's daughter Rohini Acharya tweets, "I’m quitting politics and I’m disowning my family. This is what Sanjay Yadav and Rameez had asked me to do. I’m taking all the blame." pic.twitter.com/p23iUxFbJJ
— ANI (@ANI) November 15, 2025
શનિવાર 15 નવેમ્બરના રોજ રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર આરજેડી છોડવાની અને લાલુ પરિવારથી દૂર થવાની જે પોસ્ટ કરી, તેમાં ભાઈ તેજસ્વી યાદવના નજીકના સાથીઓ સંજય યાદવ અને રમીઝના નામનો ઉલ્લેખ કર્યો હતો. રોહિણીના બળવાને કારણે એવું અનુમાન છે કે આવનાર સમયમાં લાલુ પરિવારમાં મોટો વિવાદ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
આરજેડીને નજીકથી જાણતા લોકોએ છેલ્લા દોઢ વર્ષમાં સંજય યાદવનું નામ વારંવાર સાંભળ્યું છે, જે મૂળ હરિયાણાના છે પરંતુ તેજસ્વી યાદવના ખૂબ નજીકના માનવામાં આવે છે. તે રાજ્યસભાના સાંસદ પણ છે. રોહિણી આચાર્યની પોસ્ટ બાદ લોકોના મનમાં સવાલ છે કે આખરે સંજય યાદવ સિવાય રમીઝ કોણ છે, જેના પર લાલુની દીકરી આટલું ભડકી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આરજેડીમાં તેજસ્વી યાદવનો નજીકનો સાથી અને પરિવારમાં વિવાદાસ્પદ બની ચૂકેલી વ્યક્તિ રમીઝની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશમાં નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લા બલરામપુરનો રહેવાસી છે. બલરામપુરના ભંગહા કલા વિસ્તારનો રહેવાસી રમીઝ હાલમાં બિહારમાં વસ્યો છે. ખાસ વાત એ છે કે તે સપાના પૂર્વ સાંસદ રિઝવાન ઝહીરનો જમાઈ છે.
આ પણ વાંચો: VIDEO : દિલ્હી બ્લાસ્ટના આતંકીનો નવો વીડિયો સામે આવ્યો, જુઓ બ્લાસ્ટ પહેલાં શું કર્યું
ADVERTISEMENT
રમીઝનું આખું નામ રમીઝ નેમત ખાન છે અને તેના પિતાનું નામ નિયમતુલ્લાહ ખાન છે. તેના પર બલરામપુરમાં તુલસીપુર નગર પંચાયતના અધ્યક્ષ ફિરોઝ પપ્પુની 4 જાન્યુઆરી, 2022ના રોજ હત્યાના કરવાના ગંભીર આરોપ છે. તેના લગ્ન રિઝવાન ઝહીરની દીકરી ઝેબા રિઝવાન સાથે થયા છે અને હાલમાં તે પટનામાં રહે છે અને તેજસ્વી યાદવ સાથે તેના ઘણા ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.