બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'શતરંજ જેવો ખેલ' આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પહેલી વાર કહ્યો ઓપરેશન સિંદૂરનો પ્લાન
Last Updated: 08:51 AM, 10 August 2025
Army Chief General Upendra Dwivedi: ઓપરેશન સિંદૂરની તૈયારી અને સચોટ હુમલાઓને લઈને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પહેલીવાર સાર્વજનિક રીતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશનની રણનીતિ સટીક હતી, આ શતરંજની રમત જેવી હતી. આ અનિશ્ચિત સમયમાં થયું હતું, એ સમયે બધું જ અણધાર્યું હતું. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આ ઓપરેશન કોઈ સંપૂર્ણ યુદ્ધની સરખામણીમાં બસ થોડું જ ઓછું હતું.
ADVERTISEMENT
#WATCH | Speaking on Operation, Chief of Army Staff (COAS) General Upendra Dwivedi says, "...On 23rd, we all sat down. This is the first time that RM (Defence Minister Rajnath Singh) said, 'enough is enough'. All three chiefs were very clear that something had to be done. The… pic.twitter.com/aSFRXsS2qn
— ANI (@ANI) August 9, 2025
આઇઆઇટી મદ્રાસમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરને લઈને લોકોની જીજ્ઞાસાને સંતોષવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું,
ADVERTISEMENT
"ઓપરેશન સિંદૂરમાં અમે જે કર્યું, એ શતરંજ રમવા જેવું હતું... આનો શું અર્થ છે! આનો અર્થ છે કે અમને ખબર ન હતી કે દુશ્મન શું પગલાં ભરવાના છે અને અમે શું કરવાના છીએ. આ એક અનિશ્ચિત ક્ષેત્ર હતું. આ અનિશ્ચિત ક્ષેત્ર એ હતું કે અમે પારંપરિક યુદ્ધ નથી કરી રહ્યા, પરંતુ અમે એવું કશું કરી રહ્યા છીએ કે જે પારંપરિક યુદ્ધ કરતા માત્ર થોડું જ ઓછું છે."
પહેલગામ હુમલાના બીજા દિવસથી શરૂઆત
ADVERTISEMENT
જનરલ દ્વિવેદીએ કહ્યું,
"ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ 23 એપ્રિલથી શરુ થયું. પહેલગામ હુમલાના પછીના દિવસે ત્રણેય સેના પ્રમુખ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ વાત પર સંમતિ વ્યક્ત કરી કે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે. એ સમયે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું, "મને લાગે છે હવે બહુ થઈ ગયું."
ADVERTISEMENT
અને ત્રણેય સેનાનું વલણ એકદમ સ્પષ્ટ હતું કે કશું તો કરવું જ પડશે. આ પછી ખબર જ છે કે સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી કે તમે નક્કી કરો કે શું કરવાનું છે.
ઉરી અને બાલાકોટથી અલગ હતું ઓપરેશન સિંદૂર: આર્મી ચીફ
ADVERTISEMENT
આર્મી ચીફે કહ્યું કે ઓપરેશન સિંદૂર ઉરી અને બાલાકોટ જેવા અગાઉના ઓપરેશન કરતા અલગ હતું. તેમણે જણાવ્યું કે ઉરી ઓપરેશન દરમિયાન એક સ્પષ્ટ મેસેજ આપવા માટે લોન્ચ પેડ્સને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 2019ના બાલાકોટ હુમલાની જવાબી કાર્યવાહી તરીકે પાકિસ્તાનમાં અંદર ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવવાના હતા. તેમણે પોતાની વાત પર ભાર આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર આના કરતા અલગ હતું, વિસ્તૃત હતું. આનો અર્થ એ કે અમારે દુશ્મનના વિસ્તારોમાં વધુ અંદર જઈને 'હાર્ટલેન્ડ'માં હુમલો કરવાનો હતો. આ દરમિયાન જ અમે નર્સરી અને માસ્ટર્સ જેવા કોડનેમવાળા મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા. આટલે અંદર હુમલો થવો એ પાકિસ્તાન માટે એક મોટો ઝટકો હતો.

ADVERTISEMENT
જનરલ દ્વિવેદીએ કહ્યું કે પાંચ નિશાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હતા, જયારે ચાર પાકિસ્તાની પંજાબમાં હતા. બે મિશન અમે ભારતીય વાયુસેના સાથે મળીને કર્યા. તેમણે કહ્યું,
"પાકિસ્તાન સાથે અમારી આ ટેસ્ટ મેચ ચાર દિવસ ચાલી... આ ચૌદ દિવસ પણ ચાલી શકતું હતું, ચાલીસ દિવસ કે એકસો ચાલીસ દિવસ કે પછી ચૌદસો દિવસ... અમને ખબર ન હતી. એટલે અમે બધી રીતે તૈયાર હતા."
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વધુ એક મુસીબત, હવે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, NH-109 પર લાગી બ્રેક
નોંધનીય છે કે આર્મી ચીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જયારે વાયુસેના ચીફે પણ ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની જેટ્સ તોડી પાડવાની વાત કહી છે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની આતંકીઓ પર કરવામાં આવેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ સચોટ અને ભીષણ કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક આતંકીઓ મરાયા હતા. પછીથી પાકિસ્તાને નાપાક હરકત કરીને આપણી સૈન્ય ચોકીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, તો આપણા એર ડિફેન્સને ભેદી શક્યા નહીં. પરંતુ આપણી મિસાઈલોએ તેમને એ હદ સુધી નુકસાન પહોંચાડી દીધું કે તેમના કેટલાક એરબેઝ આજે પણ ઓપરેશનલ નથી થઈ શક્યા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.