ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તરાખંડમાં વધુ એક મુસીબત, હવે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, NH-109 પર લાગી બ્રેક

આફત / ઉત્તરાખંડમાં વધુ એક મુસીબત, હવે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, NH-109 પર લાગી બ્રેક

Published By: Vidhata Gothi

Last Updated: 07:27 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rudraprayag Landslide: ઉત્તરાખંડમાં હાલ ભારે વરસાદને કારણે એક પછી એક મુસીબત આવી રહી છે. ગયા અઠવાડિયે જ ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાથી પાંચ લોકોના જીવ ગયા. ત્યારે હવે શનિવારે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ નેશનલ હાઈવે-109 પર ભૂસ્ખલન થયું.

ADVERTISEMENT

ઉત્તરાખંડમાં હાલમાં કુદરતનો કહેર વરસી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને અહીં તબાહી મચાવી ગયું. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. અહીં હજુ પણ બચાવ કર્યા ચાલી છે. એવામાં શનિવારે વધુ એક મુસીબત આવી પડી. રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ નેશનલ હાઈવે-109 પર રુદ્રપ્રયાગથી બે કિલોમીટર આગળ ભૂસ્ખલન થયું. રસ્તો ઘણા મીટર સુધી ધસી ગયો. પહાડની ટોચ પરથી ભૂસ્ખલન લેન્ડસ્લાઈડ થયું, જેના કારણે આખો રસ્તો તૂટી ગયો. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. હાલમાં, ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જયારે મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવે બધા વાહનો રુદ્રપ્રયાગ મુખ્યાલય થઈને જશે.

5 ઓગસ્ટે ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાએ લોકોને કેદારનાથ આફતની યાદ અપાવી દીધી. ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામ નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટ્યું હતું. જોતજોતામાં તો આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાંચ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો ગુમ હતા. હજુ પણ ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

NH-109 પર થયું ભૂસ્ખલન

જયારે શનિવારે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ નેશનલ હાઈવે 109 પર ભૂસ્ખલન થયું. આ જગ્યા રુદ્રપ્રયાગ જિલ્લા મથકથી માત્ર 2 કિલોમીટર જ દૂર છે. જો કે આ ભૂસ્ખલનમાં કોઈ જાનમાલના નુકસાનની જાણકારી સામે આવી નથી. પરંતુ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, ટ્રાફિક જામ થઈ ગયો છે. એમ પણ આ રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ નેશનલ હાઈવે હોવાને કારણે અહીં ટ્રાફિક વધારે જ રહે છે. ત્યારે અહીં ભૂસ્ખલન થવાને કારણે હાઈવેની બંને તરફ વાહનો ફસાઈ ગયા છે.

vtv app promotion

હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ

ઘટના સ્થળે પોલીસ અને NHAIની ટીમ હાજર છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મોટા વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમામ વાહનો રુદ્રપ્રયાગ જિલ્લા મથકથી પસાર થશે. રસ્તામાં ઠેકઠેકાણે રુદ્રપ્રયાગ પોલીસના જવાનો તૈનાત છે, જેઓ વાહનોને ટ્રાફિક ડાયવર્ઝનની માહિતી આપી રહ્યા છે, જેથી લોકો જામમાં ન ફસાઈ જાય.

આ પણ વાંચો: કોરાડી મંદિરનો નિર્માણાધીન ગેટ ધરાશાયી, 17 મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર

એક અઠવાડિયા પહેલા મુનકટિયા પાસે થયું ભૂસ્ખલન

હજુ 2 ઓગસ્ટના રોજ મુનકટિયા પાસે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન પછી નેશનલ હાઈવે સતત ત્રણ દિવસ સુધી બંધ હતો. અહીં કાટમાળ અને પહાડો પરથી થોડી-થોડી અટકીને પથ્થરો પડી રહ્યા હતા. એવામાં રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ઘણી મુશ્કેલી પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Landslide in Uttarakhand Rudraprayag Landslide Uttarakhand News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ