બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોરાડી મંદિરનો નિર્માણાધીન ગેટ ધરાશાયી, 17 મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર

નાગપુર / કોરાડી મંદિરનો નિર્માણાધીન ગેટ ધરાશાયી, 17 મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર

Vidhata Gothi

Last Updated: 07:38 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nagpur Under-construction gate collapsed: શનિવારે રાત્રે નાગપુરના કોરાડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની. મહાલક્ષ્મી જગદંબા દેવસ્થાનના અધૂરા મંદિરના પ્રવેશદ્વારનો સ્લેબ અચાનક પડી ગયો.

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. કોરાડીમાં મહાલક્ષ્મી જગદંબા દેવસ્થાનના નિર્માણાધીન દરવાજાનો એક ભાગ તૂટી પડતાં 17 મજૂરો ઘાયલ થઈ ગયા, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની. આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, દુર્ઘટના પછી તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નજીકના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કરી દીધું.

માહિતી પ્રમાણે, તમામ ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કમિશનર ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હજુ સુધી ગેટ ધરાશાયી થવાનું કારણ સામે આવ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે જલ્દી જ નિષ્ણાતોની એક ટીમ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે, જેથી ઘટના બનવાનું સાચું કારણ જાણી શકાય.

Vtv App Promotion 1

NDRFનું નિવેદન

NDRFના એક અધિકારીએ જણાવ્યું કે, જયારે NDRFની ટીમ અહીં પહોંચી, તો આખો ઢાંચો ધરાશાયી થઈ ચુક્યો હતો. જયારે મેં પૂછ્યું તો અમને કહેવામાં આવ્યું કે અહીં કામ કરતા તમામ લોકો ઘાયલ થયા છે, પણ તેમને બચાવી લેવામાં આવ્યા છે. અહીં કોઈ ફસાયેલું મળ્યું નથી. અમે પહેલા લોકોને શોધ્યા, પછી ડૉગ્સની મદદ લીધી. હજુ સુધી કોઈ અહીં ફસાયેલું દેખાયું નથી. પરંતુ પહેલા અમારે કાટમાળ સાફ કરવો પડશે, એ પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વધુ એક મુસીબત, હવે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, NH-109 પર લાગી બ્રેક

હાલમાં JCBની મદદથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે જુદા-જુદા વિસ્તારોમાં દુર્ઘટનાઓ પણ થઈ રહી છે. નાગપુરમાં પણ કેટલાક દિવસોથી વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ડર પેદા કરી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nagpur Koradi Mandir Under-construction gate collapsed
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ