ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 50 વર્ષનો આધેડ સ્મશાનમાં 10 વર્ષની છોકરીની લાશ રાખીને ઘેર આવ્યો, કમકમિયાં આવે તેવું બન્યું

ગ્રેવયાર્ડમાં ગ્રેવ / 50 વર્ષનો આધેડ સ્મશાનમાં 10 વર્ષની છોકરીની લાશ રાખીને ઘેર આવ્યો, કમકમિયાં આવે તેવું બન્યું

Last Updated: 11:42 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મશાનમાં તો અંતિમવિધિ થતી હોય છે તો પછી 10 વર્ષની છોકરીની લાશ ખુલ્લામાં કોણે રાખી અને તેની સાથે શું બન્યું? સત્ય સામે આવતાં લોકોને કમકમિયાં આવી ગયાં હતા.

ADVERTISEMENT

યુપીના સહારનપુરના સ્મશાનમાં એક છોકરીની લાશ મળી આવતાં હડકંપ મચ્યો હતો અને છોકરી સાથે શું ઘટના બની તેને લઈને લોકોમાં ભારે જિજ્ઞાસા થઈ હતી આખરે સત્ય સામે આવ્યું હતું. સહારનપુરમં એક કબ્રસ્તાનમાં 50 વર્ષીય એક આધેડે રેપ કરીને 10 વર્ષની હત્યા કરીને લાશ ત્યાં જ નાખી દીધી હતી. આધેડ શખ્સ પીડિતાનો પડોશી નીકળ્યો. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી તેને થોડે દૂર આવેલા કબ્રસ્તાનમાં લઈ ગયો હતો જ્યા તેની સાથે રેપ કર્યો ત્યારે ડર લાગતાં છોકરીનુ ગળું દબાવી દીધું પછી લાશ ત્યાં જ રાખીને ઘેર આવતો રહ્યો. આરોપીએ ઝાડીઓમાં લાશ છુપાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિકને દેખાણી છોકરીની લાશ

જ્યારે છોકરી ગુમ થઈ ગઈ, ત્યારે પરિવારે આખી રાત તેની શોધ કરી પરંતુ તે ક્યાંય મળી નહીં. શનિવારે સવારે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા લાશ મળી આવી. પરિવારની ફરિયાદના આધારે, BNS કલમ 103 (હત્યા), 65(2) (બળાત્કાર), 238 (પુરાવા ગાયબ કરવા) અને 5/6 પોક્સો એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું ખુલાસો થયો?

પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેણી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેના આખા શરીર પર ઈજાના નિશાન અને ઉઝરડા હતા.

વધુ વાંચો : VIDEO : કુદરતે શું સૃષ્ટિ ગોઠવી છે! 2 કલાક છુપાઈને ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપ્યું આ અદ્દભુત દ્રશ્ય, હાર્ટ પીગળી જશે

કોણ છે નરાધમ

પોલીસે કહ્યું કે આરોપી અપરિણીત છે અને નશાની આદતવાળો છે. છોકરીના પિતા રોજમદાર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saharanpur graveyard news, Saharanpur graveyard Saharanpur graveyard news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ