બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / થાણેમાં યુવકે ટ્રાફિક પોલીસનો ઘડો લાડવો કર્યો, લીધો એવો બદલો કે લોકો આપી રહ્યા છે શાબાશી

Viral Video / થાણેમાં યુવકે ટ્રાફિક પોલીસનો ઘડો લાડવો કર્યો, લીધો એવો બદલો કે લોકો આપી રહ્યા છે શાબાશી

Nidhi Panchal

Last Updated: 10:59 AM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"જેને કાયદાનો રક્ષણ આપવાનો જવાબદારી, તે જ કાયદો તોડે તો શું થશે?" મુંબઇ શહેરમાં બનેલી એક અનોખી ઘટના સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે, જ્યાં એક સામાન્ય યુવકે પોતાની સમજદારીથી પોલીસને જ દંડ ભરાવ્યો.

મુંબઇના થાણે વિસ્તારમાં એક નાટકીય પરંતુ હકીકત જેવી ઘટના બની છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. વાત એવી છે કે, ટ્રાફિક પોલીસએ એક યુવકને રોક્યો અને તેની સ્કૂટર પર નંબર પ્લેટ ન હોવાથી તેના સામે ચલણ (દંડ) ફટકાર્યું. યુવકે શાંતિથી દંડ ભર્યો પણ પછી જે થયું તે જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા.

Mumbai

યુવકે ધ્યાન આપ્યું કે જે ટ્રાફિક પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહ્યા હતા, તેઓ પોતે પણ એક્ટિવા સ્કૂટર પર મુસાફરી કરી રહ્યા હતા અને ખાસ વાત એ હતી કે, તે એક્ટિવા પર પણ નંબર પ્લેટ જ નહોતી! યુવકે તરત જ તેનો વીડિયો બનાવ્યો અને પોલીસકર્મીઓને કહ્યું કે જો કાયદો બધાને માટે સમાન છે, તો પોલીસને પણ દંડ ભરવો જોઈએ.

vtv app promotion

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

થોડા સમય પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસકર્મીઓની એક્ટિવા પર નંબર પ્લેટ ન હતી અને તેના પર ખોટી રીતે “Police” લખેલું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ સ્કૂટર પોલીસનું સરકારી વાહન નહોતું, પરંતુ તે પોલીસકર્મીના મિત્રનું ખાનગી વાહન હતું, જેના પર ગેરકાયદેસર રીતે “Police” લખવામાં આવ્યું હતું.

પંકજ શિરસાતે પર કાર્યવાહી

આ મામલો સામે આવતા જ ચર્ચાનો માહોલ સર્જાયો. લોકો સોશિયલ મીડિયા પર પોલીસની બેદરકારી અંગે તીવ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. ઘણાં લોકોએ યુવકની સમજદારી અને હિંમતની પ્રશંસા કરી છે કે તેણે કાયદાનો ભંગ જોતા ચુપ ન રહી, પરંતુ તેનો વિરોધ કર્યો. ઘટનાની ગંભીરતા સમજીને, સબ-ઇન્સ્પેક્ટર પંકજ શિરસાતે તરત જ કાર્યવાહી કરી અને તે એક્ટિવા સામે યોગ્ય પગલાં લીધા. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કાયદો સૌ માટે સમાન છે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે પોલીસકર્મી.

આ પણ વાંચો : VIRAL: બદલાતી ટેકનોલોજીનો ફાયદો! લગ્નની ભેટ સ્વીકારવા પિતાનો પોકેટ 'સ્કેનર' કીમિયો, લોકોની રમૂજી ટિપ્પણીઓ

હાલ, વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે “જો દરેક નાગરિક આવી રીતે સાવચેત રહે, તો કાયદો સાચા અર્થમાં જીવંત બની શકે.” આ ઘટના નાગરિકોને એક મોટો સંદેશ આપે છે કે ન્યાય માટે અવાજ ઉઠાવવો એ કોઈ ગુનો નથી — એ તો સમાજને સાચી દિશામાં લઈ જવાનો પહેલો પગલું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thane student viral video helmet fine traffic police Maharashtra
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ