બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 AM, 15 January 2026
BMC Election 2026: BMC સહિત મહારાષ્ટ્ર ના 29 નગર 9 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આઆજે વોટિંગ થઈ રહ્યું છે. આ ચુંટણીમાં BJP અને શિવસેનાનાનું ગઠબંધન છે જ્યારે NCP એ એકલા ચુંટણી લડવાનો નિર્ણય લીધો છે. બધાની નજર મુંબઈ પર ટકેલી છે જ્યાં છેલ્લે 2017 માં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી. મુંબઈમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિનો મુકાબલો ઠાકરે બંધુઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે થશે. 227 વોર્ડ માટે કુલ 1700 ઉમેદવારો મેદાનમાં છે.
ADVERTISEMENT
આમ તો મહારાષ્ટ્રમાં 29 મહાનગર પાલિકામાં એકસતહ આઆજે મતદાન થવાનું છે અને બધાની નજર 70 હજાર કરોડની BMC ની સીટ પર ટકેલી છે. મુંબઈ ચુંટણી દરમિયાન મરાઠી અને બિન મરાઠી અને મુસ્લિમ મેયરને લઈને ખૂબ વિવાદ થયો હતો. BMC માં કુલ 227 વોર્ડ્સ છે જેના માટે 1700 ઉમેદવાર મેદાન છે જેમાં 822 પુરુષો અને 878 મહિલા ઉમેદવારો છે.
ADVERTISEMENT
મુંબઈમાં કુલ 1 કરોડ 44 હજાર મતદાતાઓ છે. જેમાં 55 લાખ 16 હજાર જેટલા પુરુષો અને 48 લાખ 26 હજાર જેટલી મહિલા વૉટર્સ છે અને 1099 અન્ય વોરત્સ છે. 2000 થી વધુ જગ્યા પએ 10231 પોલિંગ બુથ બનાવ્યા છે. આજે સવારે 7.30 વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાંજના 5.30 સુધી ચાલશે.
આજ સવારે 7.30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે ફિલ્મી સિતારાઓ પણ મતદાન કરવા પહોંચશે. આજે વહેલી સવારે અક્ષય કુમાર મતદાન કરવા માટે પહોંચી ગયો હતો. તો સાથે RSS વડા મોહન ભાગવતે પણ નાગપુરથી વોટ નાખ્યો હતો. અક્ષય કુમારે વોટ કર્યા પછી કહ્યું હતું કે
ADVERTISEMENT
"આજે BMC ની ચૂંટણી છે, હું દરેક લોકોને કહીશ કે વોટ ચોક્કસ કરે જેથી આપણે મતદાન કરીને સાચી વ્યક્તિને ચૂંટી શકીએ."
તો મહારાષ્ટ્રમાં આઆજે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલરે પઆન પત્ની અંજલિ અને દીકરી સારા સાથે વોટિંગ કર્યું હતું.
ADVERTISEMENT
#WATCH भिवंडी, ठाणे (महाराष्ट्र): महाराष्ट्र नगर निगम चुनाव 2026 के लिए मतदान जारी है। लोग वोट डालने के लिए पोलिंग बूथ पर पहुंच रहे हैं। pic.twitter.com/8MrlXssUzb
— ANI_HindiNews (@AHindinews) January 15, 2026
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 893 વોર્ડ્સમાં 2869 સીટ્સ પર પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવશે અને જેમાં આસપાસના વિસ્તાર અને પૂણે પણ સામેલ છે. વૉટઓની ગણતરી કાલે એટલે કે શુક્રવાર સવારથી ચાલુ થશે. 23 કાઉન્ટીનગ સેન્ટર્સ પર 16 જાન્યુઆરીથી વોટ ગણતરી શરૂ થશે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે આજે 15 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરી છે. કર્મચારીઓને વોટ આપવા જવા દેવ માટે ઓછામાં ઓછા 2-3 કલાક થશે માટે જે કંપની તેમને રજા નહીં આપે તેની સામે કાર્યવાહી થશે. ચુંટણી પંચે એક નિવેદન બહાર પાડ્યું છે કે જેમાં કહ્યું છે કે આ પબ્લિકહોલી ડે આખા મુંબઈમાં લાગુ થશે. આ દિવસે સરકારી, સેમી સરકારી, પબ્લિક સેક્ટર, બેન્ક અને બીજી અન્ય ઓફિસો બંધ રહેશે.
ADVERTISEMENT
વધુમાં આજના દિવસે મહારાષ્ટ્ર સિવિક ઇલેક્શનના લીધે ગુરુવારે સ્ટોક માર્કેટ પણ બંધ રહેશે. BSE અને NSE બંનેએ કન્ફર્મ કર્યું છે કે ઇક્વિટી સેગમેન્ટ, ડેરીવેટિવ્ઝ અને ક્મોડિટી અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સમાં ટ્રેડિંગ બંધ રહેશે.

મુંબઈમાં ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષાના પગલાં લેવાયા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં વધારે 10પોલીસ કમિશનર, 33 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અને 84 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) ને તૈનાત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં પણ વધુમાં 3000 થી વધુ પોલીસ અધિકારીઓ અને 25000થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ્સના કાફલાને પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યું છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે CCTV કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.