બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / BMC ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થવામાં લાગી શકે ઘણી વાર, જાણો કેમ, જણાવ્યું ચૂંટણી આયોગે
Last Updated: 12:46 PM, 14 January 2026
BMC Election Result: મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન BMCની તમામ 29 મહાનગરપાલિકા માટેના ચુંટણી પ્રચાર મંગળવારે અટકી ગયા છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે બધાની નજર BMC ના ઇલેક્શન પર ટકેલી છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સામે ઉદ્ધવ અને રાજ ઠાકરેનું ગઠબંધન ઊભું છે. આ વચ્ચે મહારાષ્ટ્ર ચૂંટણી પંચ દ્વારા BMC ના ચૂંટણી પરિણામને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. પંચે કયું છે કે માંટ ગણતરી દરમિયાન BMCના તમામ 227 વોર્ડ્સની મત ગણતરી એકસાથે શરૂ થશે નહીં.
ADVERTISEMENT
BMC ચૂંટણી પછી 16 જાન્યુઆરીના રોજ થનારી મત ગણતરીને લઈને ચૂંટણી પંચે એક મહત્ત્વની જાણકારી આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે BMC ચૂંટણીની મત ગણતરી દરમિયાન તમામ 227 વોર્ડ્સની કાઉન્ટીનગ એકસાથે શરૂ નહીં થાય. મતગણતરી ફેઝ વાઇઝ એટલે કે એક સમયે માત્ર 2 જ વોર્ડ્સની મતગણતરી થશે. આ વોટ કાઉન્ટ પુરા થયા પછી બીજા 2 વોર્ડ્સના વોટ કાઉન્ટ શરૂ થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહરાષ્ટ્ર ચુંટણી પંચ દ્વારા BMC ના ચુંટણીના મત ગણતરી માટે કુલ 23 સેન્ટર્સ બનાવાયા છે. એટલે કે એક સમયે માત્ર 46 વોર્ડ્સની ગણતરી થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આમ કરવાથી મતગણતરીની પ્રક્રિયા ઝડપથી થશે કારણ કે તમામ માનવ સંશાધન એક સમયે માત્ર 2 જ વોર્ડસ પર ફોકસ કરશે.
ADVERTISEMENT
ફેઝ વાઇઝ મત ગણતરીની એક અસર એ પણ થશે કે તમામ 227 સીટ ના પરિણામના ટ્રેન્ડ શરૂઆતથી નહીં મળે એટલે કે મત ગણના શરૂ થયાના તરત બાદ એ ખબર નહિ પડે કે 227 સીટ્સ પર કઈ પાર્ટી અગાળ ચાલી રહી છે. પરિણામની તસવીર સાફ દેખાવામાં વાર લાગશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જાણકારી આપી છે કે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા BMC સહિત 29 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણીનું આયોજન એક જ ચરણમાં 15 જાન્યુઆરીએ થશે. તો મત ગણતરી 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ મહાનગરપાલિકામાં કુલ 2869 સીટ્સ માટે વોટિંગ થશે જેમાં BMCની 227 સીટ્સનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીમાં 3.48 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારને યોગ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.