ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'જે મહિલા વકીલોએ મને આંખ મારી...', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આ શું બોલ્યા કે મચ્યો હોબાળો

વિવાદ / 'જે મહિલા વકીલોએ મને આંખ મારી...', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આ શું બોલ્યા કે મચ્યો હોબાળો

Published By: Priyankka Triveddi

Last Updated: 11:47 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના જજ માર્કંડેય કાટજુ ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં છે. આ વખતે તેમણે મહિલા વકીલોને લગતી એક ટિપ્પણી કરી છે જે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની છે.

ADVERTISEMENT

Judge Katju Controversy: સુપ્રીમ કોર્ટના પૂર્ણ જસ્ટિસ માર્કંડેય કાટજૂ (Markandey Katju) ફરી એકવાર તેમના નિવેદનને લીધે વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમનું નિવેદન મહિલા વકીલોને લાગતું આવ્યું છે. આ તેમની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર જાણે ભૂકંપ આવી ગયો છે.

markande

વાત જાણે એમ છે કે એક મહિલા વકીલે X પર જસ્ટિસ કાટજૂને સવાલ કર્યો કે કોર્ટમાં પ્રવશાળી રીતે કેસ કેવી રીતે મૂકવો જોઈએ? જેના જવાબમાં કાટજૂએ એવો જવાબ આપ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા. આના જવાબમાં કાટજુએ લખ્યું કે " જે મહિલા વકીલોએ મને આંખ મારી, તેમને કોર્ટમાંથી અનુકૂળ નિર્ણયો મળ્યા."

SUPREME-COURT-1

કાટજુની આ કમેન્ટ જોત જોતમાં વાયરલ થઈ ગઈ અને અમુક વકીલો અને યુઝર્સે આને 'મહિલાઓનું અપમાન અને ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ' ગણાવી. આની ટીકા એટલી બધી વધી ગઈ કે જસ્ટિસ કાટજુએ થોડી વારમાં જ તેમની આ પોસ્ટ ડિલીટ કરી દેવી પડી. પરંતુ હજુ સુધી આ પોસ્ટના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહ્યા છે.

લોકો કાટજુ પર ઉઠાવી રહ્યા છે સવાલો

એક વકીલે આ પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું "પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ તેમના બધા આદેશોની ફરીથી સમીક્ષા થવી જોઈએ." તે જ સમયે કેટલાક અન્ય લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આવું નિવેદન સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશને શોભતું નથી.

લોકો એ ખૂબ કરી ટીકા

આ પહેલી વાર નથી જ્યારે માર્કંડેય કાટજુ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં આવ્યા હોય. વર્ષ 2015 માં તેમણે કહ્યું હતું કે જો ભાજપે દિલ્હી ચૂંટણીમાં કિરણ બેદીને બદલે શાઝિયા ઇલ્મીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હોત તો પરિણામો વધુ સારા હોત કારણ કે શાઝિયા "વધુ સુંદર" છે.

app promo3

વર્ષ 2020 માં તેમણે હાથરસ ગેંગ રેપ કેસ પર ટિપ્પણી કરી હતી કે "બળાત્કાર એ પુરુષોની કુદરતી વૃત્તિ છે, તે બેરોજગારી અને લગ્ન ન કરી શકવાને કારણે વધે છે." આ નિવેદન માટે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, તેઓ હિજાબ વિવાદ, રાજકારણ અને ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના પુનઃ એકીકરણ જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ પરંતુ વિવાદાસ્પદ મંતવ્યો આપી રહ્યા છે.

કાટજુનું કરિયર

માર્કંડેય કાટજુ વર્ષ 2006 માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને 2011 માં રિટાયર થયા. આ પહેલા તેઓ મદ્રાસ હાઇકોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. રિટાયરમેન્ટ પછી 2014 સુધી તેમણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જવાબદારી સંભાળી હતી. આજે પણ તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને મોટા ભાગે રાજનીતિ, સાહિત્ય અને દર્શન ને લગતા તેમના વિચારો રજૂ કરે છે. તેમના ઘણા નિવેદનોના લીધે વિવાદો થયા છે.

વધુ વાંચો: 'રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં નહીં રખાય, પરંતુ....', વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો

હાલ છે ચર્ચામાં

હાલ તેમના નિવેદનને પગલે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. જ્યાં લોકો એક બાજુ તેને 'મહિલાઓનું અપમાન' ગણી રહ્યા છે તો અમુક લોકો આને ' ન્યાયપાલિકાનું અપમાન' મની રહે છે. ભલે કાટજુએ તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી હોય પણ આ વિવાદે સાબિત કરી દીધું કે તેમનું નિવેદન એક ક્ષણમાં જ સમાચાર બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Women Lawyers Markandey Katju

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ