બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / VIDEO : ભાજપ ધારાસભ્યને 'ચઢ્યો પાવર', રિક્ષા ચાલકને ઝીકી દીધો લાફો, વીડિયો વાયરલ
Last Updated: 06:21 PM, 21 December 2025
Maharashtra Politics: ઘાટકોપર પૂર્વના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરાગ શાહ તેમના સમર્થકોથી ઘેરાયેલા એક ઓટો રિક્ષા ચાલકને મારપીટ કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
વીડિયો વાયરલ થતાં વિપક્ષી પક્ષોએ ભાજપને આડેહાથ લીધી છે. કોંગ્રેસના નેતાઓ કહે છે કે જનપ્રતિનિધિ પાસેથી આવું વર્તનની આશા ન હતી. ખાસ કરીને જ્યારે પ્રશ્નમાં રહેલી વ્યક્તિ ગરીબ ઓટો-રિક્ષા ચાલક હોય. કોંગ્રેસનો આરોપ છે કે સત્તામાં હોવાથી ભાજપના નેતાઓ કાયદાનો ડર નથી રહ્યો અને ખુલ્લેઆમ રસ્તાઓ પર હિંસા કરી રહ્યા છે.
भाजपचे आमदार इतके माजोरडे झालेत की गरीब रिक्षावाल्याना सोडत नाही. घाटकोपरमध्ये भाजप आमदार पराग शाह यांनी आज एका रिक्षावाल्याला मारले कारण त्याने वाहतुकीचे नियम मोडले. गृहमंत्री यांचा बाप असल्यानेच भाजपचे आमदार कायदा हातात घेतात आणि आता तर रस्त्यावर मारामारी करत आहेत! ही खरी भाजप… pic.twitter.com/FTTxIpXWwg
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) December 20, 2025
ADVERTISEMENT
કોંગ્રેસ મુંબઈના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને આકરી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે ભાજપના ધારાસભ્ય એટલા ઘમંડી થઈ ગયા છે કે ગરીબ રિક્ષા ચાલકોને પણ છોડતા નથી. તેમના મતે ધારાસભ્યએ ઘાટકોપરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં એક ઓટો રિક્ષા ચાલક સાથે મારપીટ કરી છે. જે સંપૂર્ણપણે નિંદનીય છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રાજ્યનુ ગૃહ મંત્રાલય ભાજપ પાસે છે, તેથી પાર્ટીના ધારાસભ્યો પોતાને કાયદાથી ઉપર માનવા લાગ્યા છે.
ધારાસભ્યએ પોતાનો બચાવ કર્યો
ADVERTISEMENT
પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે પરાગ શાહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટના અંગે અલગ પક્ષ રાખ્યો છે. તેમણે લખ્યું કે ઘાટકોપર પૂર્વમાં સ્થાનિક રહેવાસીઓ અવૈધ ફેરિયાઓ અને વધતી જતી ટ્રાફિક જામ ભીડથી પરેશાન છે. તિલક રોડ વિસ્તારમાં પરિસ્થિતિ ખાસ કરીને ભયાનક બની ગઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે વારંવાર ફરિયાદો કરવા છતાં વહીવટીતંત્ર કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'હિંદુ જો એક થઈ જાય તો'... મોહન ભાગવતનું મોટું એલાન, દેશમાં ચારે તરફ ચર્ચા
મારપીટ અંગે કોઇ સ્પષ્ટતા ન કરી
ADVERTISEMENT
શાહના જણાવ્યા મુજબ આના વિરોધમાં સ્થાનિક નાગરિકો સાથે મળીને વલ્લભ બાગ લેન અને તિલક રોડ પર અવૈધ ફેરિયાઓ અને ટ્રાફિક અવ્યવસ્થા સામે એક મોટુ જન આંદોલન શરૂ કરાયુ, તેમણે જણાવ્યું કે આ આંદોલનનો હેતુ વહીવટીતંત્રનું ધ્યાન સમસ્યા તરફ દોરવા અને વિસ્તારમાં સુધારાઓને સરળ બનાવવાનો હતો. જોકે વાયરલ વીડિયોમાં દેખાતી મારપીટ પર તેમણે સીધી રીતે કોઇ સ્પષ્ટતા કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.