ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અમિત શાહને મળતાં રાજનીતિમાં ચર્ચા, કારણ આવ્યું સામે

રાજકારણ / શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અમિત શાહને મળતાં રાજનીતિમાં ચર્ચા, કારણ આવ્યું સામે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:13 PM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: મહારાષ્ટ્રના કદાવર નેતા અને એનસીપી(એસપી)ના વડા શરદ પવારના દિકરી ભાજપના કદાવર નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહને મળતા રાજકીય માહોલ ગરમાયો છે

ADVERTISEMENT

Maharashtra News: મહારાષ્ટ્રના કદાવર નેતા અને એનસીપી(એસપી)ના વડા શરદ પવારના દિકરી ભાજપના કદાવર નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહને મળતા રાજકીય માહોલ ગરમાયો છે અને કઇ નવા જુનીની શક્યતા દેખાઇ રહી છે. દિલ્હીમાં મળ્યા બાદ સુલેએ સોશિયલ મીડિયા પર અમિત શાહનો જાહેરમાં આભાર માન્યો હતો.

મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે એનસીપી (SP) ના વડા શરદ પવાર મુંબઈની બહાર છે, જેના કારણે શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે.

Sharad-Pawar-Z-plus-security

જ્યારે શરદ પવાર મુંબઈથી પોતાનું અંતર જાળવી રહ્યા છે, ત્યારે તેમના રાજકીય વારસદાર ગણાતા સાંસદ સુપ્રિયા સુલે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના પક્ષના સાંસદોને મળ્યા હતા. આ પહેલા, સુપ્રિયા સુલેએ ઇવીએમ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીથી પોતાને દૂર રાખીને તેને ફટકો આપ્યો હતો. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શરદ પવારની પાર્ટીનું સ્ટેન્ડ આખરે કઇ તરફ છે?

સુપ્રિયાનો કોંગ્રેસના એજન્ડાને ફટકો

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ તાજેતરમાં કોંગ્રેસના "મત ચોરી" એજન્ડાથી પોતાને દૂર રાખ્યા હતા. ચૂંટણી સુધારા પર લોકસભાની ચર્ચા દરમિયાન, કોંગ્રેસ ઇવીએમ અને મત ચોરી પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી હતી. ઇવીએમ અને VVPAT પર સવાલ ઉઠાવવાનો ઇનકાર કરીને સુપ્રિયા સુલેએ કોંગ્રેસને મોટો ફટકો આપ્યો.

સુપ્રિયા સુલેએ ગૃહમાં જણાવ્યું હતું કે, "હું આ મશીનનો ઉપયોગ કરીને ચાર વખત ચૂંટાઈ આવી છું, તેથી હું ઇવીએમ કે વીવીપેટ પર સવાલ ઉઠાવીશ નહીં." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ પાર્ટી સતત EVM સાથે ચેડા અને મત ચોરીનો આરોપ લગાવી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ધમકીનો બાંગ્લાદેશને ભારતનો જોરદાર જવાબ, લીધો આકરો નિર્ણય

સુપ્રિયા સુલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળતા રાજકીય ચર્ચા વધી રહી છે. જોકે સુપ્રિયા સુલેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ મુલાકાત ફક્ત મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર હતી. તેમણે અમિત શાહ સાથે બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમના પરિવાર માટે ઝડપી ન્યાયની માંગ કરી હતી. એક તરફ સુપ્રિયા સુલેના કેન્દ્રીય મંત્રી બનવાની ચર્ચા થઈ હતી. પરિણામે વિપક્ષ તરફથી તેમના અલગ અલગ વિચારો અને અમિત શાહ સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Supriya Sule Amit Shah

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ