બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધમકીનો બાંગ્લાદેશને ભારતનો જોરદાર જવાબ, લીધો આકરો નિર્ણય

એક્શન / ધમકીનો બાંગ્લાદેશને ભારતનો જોરદાર જવાબ, લીધો આકરો નિર્ણય

Vidhata Gothi

Last Updated: 09:44 AM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Bangladesh Conflict: ભારતે બાંગ્લાદેશમાં વિઝા એપ્લિકેશન સેન્ટર સુરક્ષા કારણોસર બંધ કરી દીધા છે. ભારતે આ પગલું ત્યારે ઉઠાવ્યું છે કે જયારે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવ્યા હતા.

ભારત સરકારે 17 ડિસેમ્બર 2025 ના રોજ એક નોટિસ જારી કરીને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) બંધ કરી દીધા છે. હાલની સુરક્ષાની સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઢાકાના જમુના ફ્યુચર પાર્ક સ્થિત IVAC તમામ ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે.

IVACએ જારી કરેલા નિવેદનમાં કહ્યું કે હાલની સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સૂચિત કરવા માંગીએ છીએ કે આઈવીએસી જેએફપી ઢાકા આજે બપોરે 2 વાગ્યાથી બંધ થઈ જશે. આઈવીએસીએ કહ્યું કે બુધવારને લઈને તમામ અરજદારોની અરજીઓ પછીની તારીખ માટે શિડ્યુલ કરવામાં આવશે. આ પગલાંથી જૂની એપોઇન્ટમેન્ટવાળા અરજદારો પર પણ અસર પડી છે. બાંગ્લાદેશમાં ભારતના કુલ 16 વિઝા કેન્દ્ર છે, જે દર વર્ષે લગભગ 22 લાખ અરજીઓ પર કામ કરે છે.

ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

આ અગાઉ બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા સ્થિતિને લઈને ઊંડી ચિંતા વ્યકત કરી. મંત્રાલયે કહ્યું કે અમે વચગાળાની સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તેમની રાજદ્વારી જવાબદારીઓ અનુસાર બાંગ્લાદેશમાં દૂતાવાસો અને કાર્યાલયોની સુરક્ષા સુનિશ્ચિત કરે.

આ બેઠક પછી, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું - બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણ અંગે ભારતની ગંભીર ચિંતાઓ હમીદુલ્લાહને જણાવવામાં આવી. તેમનું ધ્યાન ખાસ કરીને કેટલાક ઉગ્રવાદી તત્વોની પ્રવૃત્તિઓ તરફ દોરવામાં આવ્યું જેમણે ઢાકામાં ભારતીય દૂતાવાસની આસપાસ સુરક્ષા કટોકટી ઊભી કરવાની જાહેરાત કરી છે. ભારતે બાંગ્લાદેશમાં અસ્થિરતા પેદા કરવાના આરોપોને સખતપણે નકારી કાઢ્યા છે.

vtv app promotion

બાંગ્લાદેશના નેતાએ ભારતને આપી ધમકી

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની નેશનલ સિટીઝન્સ પાર્ટીના નેતા હસનત અબ્દુલ્લા દ્વારા એક જાહેર રેલીમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવામાં આવ્યું હતું. અબ્દુલ્લાએ એક જાહેર રેલીમાં ધમકી આપી હતી કે જો બાંગ્લાદેશ અસ્થિર થશે, તો તે ભારતના સાત પૂર્વી રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને અલગ કરી દેશે અને ઉત્તરપૂર્વના અલગતાવાદીઓને આશ્રય આપશે. તેણે એમ પણ કહ્યું કે ભારતને એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે જો તમે શરણ આપો છો, જે બાંગ્લાદેશની સંપ્રભુતા, ક્ષમતા, વોટિંગ અધિકારો અને માનવધિકારોનું સન્માન નથી કરતાં તો બાંગ્લાદેશ જવાબ આપશે. અબ્દુલ્લાએ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાને ભારતથી અલગ કરવાની ચેતવણી આપી હતી.

આ પણ વાંચો: આજથી ફક્ત BS-6 વાહનોને જ મંજૂરી, PUC ફરજિયાત, પેટ્રોલપંપ પર લાંબી લાઈનો

આ નિવેદન પછી ભારતની ચિંતાઓ વધી ગઈ છે, ખાસ કરીને રાજનાયિક મિશન અને ત્યાં કામ કરતાં અધિકારીઓની સુરક્ષાને લઈને જોખમ વધી ગયું છે. દરમિયાન બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનરને બોલાવીને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણીનું પુનરાવર્તન કર્યું. શેખ હસીના ગયા વર્ષે ઓગસ્ટ પરથી સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ ભારતમાં છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના સમયથી ભારત-બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે બાંગ્લાદેશના લોકો સાથે મિત્રતા ઇચ્છે છે, પણ પોતાની સુરક્ષા અને મિશનોની રક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visa Application Center In Dhaka India-Bangladesh Conflict India-Bangladesh Relations
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ