બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજથી ફક્ત BS-6 વાહનોને જ મંજૂરી, PUC ફરજિયાત, પેટ્રોલપંપ પર લાંબી લાઈનો

દિલ્હી / આજથી ફક્ત BS-6 વાહનોને જ મંજૂરી, PUC ફરજિયાત, પેટ્રોલપંપ પર લાંબી લાઈનો

Priykant Shrimali

Last Updated: 07:11 AM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Pollution : ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પ્રદૂષણ કાબૂમાં લેવા માટે અનેક કડક પગલાં લીધા છે, જે આજથી અમલમાં આવી ગયા, અહીં જાણો તમામ વિગતો

Delhi Pollution : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. ઝેરી ધુમ્મસના કારણે લોકોની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે દિવસની શરૂઆત સૂર્યથી નહીં, પરંતુ મોબાઇલ પર દેખાતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ)થી થાય છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પ્રદૂષણ કાબૂમાં લેવા માટે અનેક કડક પગલાં લીધા છે, જે આજથી અમલમાં આવી ગયા છે.

ફક્ત BS-6 વાહનોને જ પ્રવેશ

હવે દિલ્હીમાં બહારથી આવનારા ફક્ત BS-6 ધોરણના વાહનોને જ પ્રવેશ મળશે. તેનાથી જૂના ધોરણના વાહનોને દિલ્હીની સરહદ પરથી પરત મોકલવામાં આવશે. જોકે, દિલ્હીમાં પહેલાથી નોંધાયેલા જૂના વાહનો પર હાલ કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

PUC વિના ઇંધણ નહીં

સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે, હવે માન્ય PUC (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર) વિના કોઈપણ વાહનને પેટ્રોલ, ડીઝલ અથવા CNG મળશે નહીં. આ નિર્ણયના કારણે બુધવારે સવારથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી. ઘણા પંપ પર સર્વર ખામીઓના કારણે ચેકિંગમાં વિલંબ થયો, જેના કારણે લોકોને મુશ્કેલી પડી. સ્થિતિ સંભાળવા માટે પોલીસ તૈનાત કરાઈ હતી.

બાંધકામ અને ધૂળ ફેલાવતા વાહનો પર કાર્યવાહી

રેતી, માટી અને બાંધકામ સામગ્રી વહન કરતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બદરપુર વિસ્તારમાં આવા ટ્રકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમો તોડનારા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ

પ્રદૂષણના ગ્રેપ-4 પ્રતિબંધો હેઠળ દિલ્હી સરકારે તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓને 50% કર્મચારીઓ સાથે ઓફિસ ચલાવવાનો આદેશ આપ્યો છે. બાકીના કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. આ નિયમનું પાલન ન કરનાર સંસ્થાઓ પર દંડ લગાવવામાં આવશે.

નોંધાયેલા મજૂરોને આર્થિક સહાય

બાંધકામ પર કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે. પ્રદૂષણના કારણે કામ બંધ રહેતાં, દિલ્હીમાં નોંધાયેલા મજૂરોને સીધા ₹10,000ની સહાય તેમના ખાતામાં જમા કરાશે.

સરહદ પર કડક દેખરેખ

દિલ્હીમાં પ્રવેશતા તમામ મુખ્ય બોર્ડર પોઇન્ટ્સ જેમ કે ટિકરી, કાલિંદી કુંજ, કાપશેરા, રાજોકરી અને આયા નગરપર ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગની ટીમો તૈનાત રહેશે. લગભગ 7,800થી વધુ અમલીકરણ ટીમો નિયમોનું પાલન સુનિશ્ચિત કરશે.

સરકારની જનતાને પણ કરી અપીલ

દિલ્હી સરકારે લોકોને શક્ય તેટલું કારપૂલિંગ અપનાવવાની અપીલ કરી છે. સાથે જ હરિયાળી વધારવા અને ધૂળ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે પાંદડાં પર ધૂળ જમા થવાથી ઓક્સિજન ઉત્સર્જન ઘટે છે.

આ પણ વાંચો : માથું ફોડીને કરવતથી ટૂકડા કર્યાં, બોરીઓમાં વહાવ્યાં, પત્ની માટે દીકરાએ માતા-પિતાની હત્યા કરી

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું કે, અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અસરકારક સાબિત થયા નથી. લાંબા ગાળાની નીતિ જરૂરી છે. સાથે જ, શિયાળાની રજાઓ વહેલી જાહેર કરવાની, ટોલ પ્લાઝા બંધ કરવાની અને પ્રદૂષણના કારણે બેરોજગાર બનેલા મજૂરો માટે વૈકલ્પિક વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PUC mandatory BS-6 vehicles Pollution
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ