બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માથું ફોડીને કરવતથી ટૂકડા કર્યાં, બોરીઓમાં વહાવ્યાં, પત્ની માટે દીકરાએ માતા-પિતાની હત્યા કરી

ક્રાઇમ / માથું ફોડીને કરવતથી ટૂકડા કર્યાં, બોરીઓમાં વહાવ્યાં, પત્ની માટે દીકરાએ માતા-પિતાની હત્યા કરી

Priykant Shrimali

Last Updated: 09:44 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaunpur Crime News : પ્રેમલગ્નનો વિવાદ બની ગયો ભયાનક હત્યાકાંડ, એન્જિનિયર પુત્રએ માતા-પિતાની નિર્મમ હત્યા કરી અને પછી થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

Jaunpur Crime News : ઉત્તર પ્રદેશથી ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં એક એન્જિનિયર યુવકે પોતાની પત્ની સાથેના પ્રેમલગ્નના વિવાદમાં પોતાના જ માતા-પિતાની નિર્મમ હત્યા કરી નાખી. આ તરફ ગુનાને છુપાવવા માટે મૃતદેહોના ટુકડા કરીને નદીમાં ફેંકી દીધા.

જાણો શું છે સમગ્ર મામલો ?

મીડિયા અહેવાલો મુજબ આરોપીનું નામ અમ્બેશ કુમાર છે, જે કોલકાતામાં ક્વોલિટી એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેણે લગભગ છ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળની એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી તેના માતા-પિતા ખુશ નહોતા અને તેઓ વારંવાર લગ્ન તોડવા માટે દબાણ કરતા હતા. 8 ડિસેમ્બરની રાત્રે અમ્બેશ અને તેના માતા-પિતા વચ્ચે આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ.

નદીમાં ફેંકી દીધા મૃતદેહ

વાત એટલી વધી ગઈ કે ગુસ્સામાં આવીને અમ્બેશે ઘરમાં પડેલો લોખંડનો દસ્તો ઉઠાવી પોતાની માતાના માથા પર હુમલો કરી દીધો. જ્યારે પિતા બચાવવા આવ્યા અને પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પણ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાની બાદ અમ્બેશ સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો. ગુનાને છુપાવવા માટે તેણે ઘરમાં રહેલી ઇલેક્ટ્રિક કરવતથી બંને મૃતદેહોને ટુકડાઓમાં કાપી નાખ્યા. આ ટુકડાઓને પ્લાસ્ટિકની થેલીઓ અને બોરીઓમાં ભરી પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં મૂક્યા. રાત્રિના સમયે તે ગોમતી નદીના કિનારે પહોંચ્યો અને એક પછી એક બોરીઓ નદીમાં ફેંકી દીધી. ઘરમાં અને કારમાં લાગેલું લોહી પણ તેણે સારી રીતે સાફ કરી દીધું, જેથી કોઈને શંકા ન જાય.

આ તરફ હત્યા બાદ અમ્બેશે પોતાની બહેનોને જણાવ્યું કે, માતા-પિતા ક્યાંક બહાર ગયા છે. તે થોડા દિવસો સુધી શોધખોળનો નાટક કરતો રહ્યો. બાદમાં પોતે પણ અચાનક ગુમ થઈ ગયો. આથી બહેને પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરતાં અમ્બેશ પર શંકા ગઈ. 15 ડિસેમ્બરે તેને પકડી લેવામાં આવ્યો અને કડક પૂછપરછમાં તેણે આખી હકીકત સ્વીકારી લીધી.

આ પણ વાંચો : PM કિસાનના 22મા હપ્તા પહેલા મોટું અપડેટ, શું રુ. 6000ની જગ્યાએ ખાતામાં આવશે 12,000?

મૃતદેહોની શોધ ચાલુ

પોલીસે તરવૈયાઓની મદદથી ગોમતી નદીમાં શોધખોળ શરૂ કરી છે. અત્યાર સુધી પિતાના શરીરનો અડધો ભાગ મળ્યો છે, જ્યારે માતાના શરીરનો કોઈ અંશ હજી મળ્યો નથી. પોલીસ આરોપીને સાથે લઈ જઈ ઘટનાસ્થળનું સીન રીક્રિએશન પણ કરાવી ચૂકી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, અમ્બેશ અને તેના માતા-પિતા વચ્ચે પૈસાને લઈને પણ વિવાદ ચાલતો હતો. આરોપીની પત્ની દ્વારા નાણાંની માંગ કરવામાં આવી હતી, જે માટે પિતાએ ઇનકાર કર્યો હતો. આ વાતે પણ ઝઘડો વધુ ગંભીર બન્યો હોવાનું કહેવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Love marriage Uttar Pradesh Jaunpur
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ