બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM કિસાનના 22મા હપ્તા પહેલા મોટું અપડેટ, શું રુ. 6000ની જગ્યાએ ખાતામાં આવશે 12,000?

જાણી લેજો / PM કિસાનના 22મા હપ્તા પહેલા મોટું અપડેટ, શું રુ. 6000ની જગ્યાએ ખાતામાં આવશે 12,000?

Priykant Shrimali

Last Updated: 09:21 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana : PM કિસાનના યોજના 22મા હપ્તા પહેલા સૌથી મોટો સવાલ એ છે કે, શું હવે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા બદલે 12,000 રૂપિયા મળશે?

PM Kisan Yojana : PM કિસાન સન્માન નિધિ યોજનાને લઈ એક સૌથી મોટી અપડેટ સામે આવી છે. આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોમાં હાલ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ખાસ કરીને 22મા હપ્તા પહેલા સૌથી મોટો સવાલ એ છે કે, શું હવે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા બદલે 12,000 રૂપિયા મળશે? જોકે આ મુદ્દે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.

તો શું PM કિસાનની રકમ બમણી થશે?

હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000 આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં મોકલવામાં આવે છે. ડિસેમ્બર 2024 દરમિયાન એક સંસદીય સમિતિએ આ રકમ વધારીને ₹12,000 કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર પાસે હાલમાં PM કિસાનની રકમ વધારવાનો કોઈ નિર્ણય નથી. એટલે સ્પષ્ટ છે કે, હમણાં માટે ખેડૂતોને વર્ષે ₹6,000 જ મળશે, ₹12,000 નહીં.

શું પીએમ કિસાન માટે Farmer ID ફરજિયાત છે?

ઘણા ખેડૂતોને Farmer ID વિશે પણ ચિંતા છે. સરકાર મુજબ બધા ખેડૂતો માટે Farmer ID ફરજિયાત નથી, જે 14 રાજ્યોમાં Farmer ID નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યાં નવા ખેડૂત માટે Farmer ID જરૂરી છે. જ્યાં હજુ આ પ્રક્રિયા શરૂ નથી, ત્યાં Farmer ID વગર પણ નોંધણી થઈ શકે છે જે ખેડૂતો પહેલાથી પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે, તેમને હાલ કોઈ નવી ચિંતા કરવાની જરૂર નથી.

હવે જાણો શું છે આ PM કિસાન યોજના ?

પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ખેડૂતોને નાણાકીય મદદ પહોંચાડવાનો છે. આ યોજનામાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતો પાત્ર છે, અમુક ઊંચી આવક ધરાવતા વ્યક્તિઓને લાભ આપવામાં આવતો નથી. રકમ DBT દ્વારા સીધી આધાર-લિંક બેંક ખાતામાં જમા થાય છે.

આ પણ વાંચો : નક્કી કરાયેલો સામાન જ ટ્રેનમાં લઈ જઈ શકાશે, વધારાના લગેજ પર દંડ, લોકસભામાં રેલમંત્રીનું એલાન

ખેડૂતો જોઈ રહ્યા છે 22મા હપ્તાની રાહ

હવે જો આપણે સરકારી આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી 21 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતામાં ₹4 લાખ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે. હવે દેશભરના ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan 22nd installment PM Kisan Samman Nidhi Yojana PM Kisan Yojana
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ