બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નક્કી કરાયેલો સામાન જ ટ્રેનમાં લઈ જઈ શકાશે, વધારાના લગેજ પર દંડ, લોકસભામાં રેલમંત્રીનું એલાન
Last Updated: 07:28 PM, 17 December 2025
Winter Session 2025 : ભારતીય રેલવેને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો રેલવેમાં મુસાફરી કરે છે. આ દરમિયાન લોકો ટ્રેનમાં પોતાનો સામાન પણ લઈ જતાં હોય છે. જોકે હવે ટ્રેનમાં વધારાના સામાનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સલામતી અને ટ્રેનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને સામાન લઈ જવાના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
ADVERTISEMENT
શું કહ્યું રેલવે મંત્રીએ ?
લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સામાન લઈ જનાર મુસાફરો પાસેથી રેલવે વધારાનો ચાર્જ વસૂલશે. આ વ્યવસ્થા ઘણા અંશે એરપોર્ટના બેગેજ નિયમો જેવી રહેશે. રેલવેના જણાવ્યા મુજબ અલગ-અલગ કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે સામાનની મર્યાદા અલગ રાખવામાં આવી છે, જેથી કોચમાં અવ્યવસ્થા ન સર્જાય અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.
ADVERTISEMENT
રેલવે દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર
ADVERTISEMENT
Passengers must pay extra if luggage exceeds the free allowance-@RailMinIndia
— Siddhant Anand (@JournoSiddhant) December 17, 2025
Free limits(class-wise)
2nd Class:35kg(max 70kg)
Sleeper:40kg(max 80kg)
AC 3-Tier/Chair Car:40kg
AC 2-Tier:50kg (max 100kg)
AC First Class:70kg (max 150kg)
Excess luggage Charges: 1.5× the luggage rate pic.twitter.com/7Zuv5GVFLT
ADVERTISEMENT
વધારાના સામાન પર લાગશે દંડ
આ સાથે આ નવા નિયમો મુજબ હવે જો કોઈ મુસાફર નિર્ધારિત મફત મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરશે તો તેને રેલવેના નિયમ મુજબ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. દરેક વર્ગ માટે નક્કી કરેલી મહત્તમ મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ADVERTISEMENT

મોટા સમાચારઆ પણ વાંચો : 'વક્ફ ધાર્મિક ટ્રસ્ટો જેવા ગણાશે' વક્ફ પ્રોપર્ટી વિવાદ વચ્ચે ગુજરાત HCનો મોટો ચુકાદો
ADVERTISEMENT
રેલવે મંત્રીએ જણાવ્યું કે, આ નિયમો કોઈ નવા નથી, પરંતુ હવે તેનું કડક અમલ કરવામાં આવશે, જેથી ટ્રેનમાં શિસ્ત જળવાઈ રહે અને મુસાફરોને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ મળી શકે. આ તરફ હવે જો તમે પણ રેલવેમાં મુસાફરી કરવાના હોય તો પહેલા પોતાના સામાનનું વજન ચકાસી લેવા અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.