બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'વક્ફ ધાર્મિક ટ્રસ્ટો જેવા ગણાશે' વક્ફ પ્રોપર્ટી વિવાદ વચ્ચે ગુજરાત HCનો મોટો ચુકાદો

મોટા સમાચાર / 'વક્ફ ધાર્મિક ટ્રસ્ટો જેવા ગણાશે' વક્ફ પ્રોપર્ટી વિવાદ વચ્ચે ગુજરાત HCનો મોટો ચુકાદો

Priykant Shrimali

Last Updated: 06:15 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court on Waqf : ગુજરાત હાઇકોર્ટનું કહેવું છે કે, કાયદાની દ્રષ્ટિએ કોઈપણ પક્ષ કાયદેસરની પ્રક્રિયાથી ઉપર નથી. અન્ય ધાર્મિક સંસ્થાઓને જે નિયમો લાગુ પડે છે, તે જ નિયમો હવે વક્ફ પર પણ લાગુ પડશે.

Gujarat High Court on Waqf : ગુજરાત હાઇકોર્ટે આજે એક મોટો ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં વક્ફ પ્રોપર્ટીના વિવાદ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ માનવામાં આવશે. સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. હિંદુ ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ હવે વક્ફ બોર્ડને પણ નિયત કોર્ટ ફી ચૂકવવી પડશે.

શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે ?

ગુજરાત હાઇકોર્ટનું કહેવું છે કે, કાયદાની દ્રષ્ટિએ કોઈપણ પક્ષ કાયદેસરની પ્રક્રિયાથી ઉપર નથી. અન્ય ધાર્મિક સંસ્થાઓને જે નિયમો લાગુ પડે છે, તે જ નિયમો હવે વક્ફ પર પણ લાગુ પડશે.

આ પણ વાંચો : રાજ્યમાં ગોગો પેપર પર પ્રતિબંધના 24 કલાકમાં વેચાણ, ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ

વક્ફ દ્વારા કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજીઓ ફગાવી

આ સાથે ગુજરાત હાઈકોર્ટે વક્ફ દ્વારા કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજીઓ ફગાવી દીધી છે. અત્યાર સુધી જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ ન હોવાને કારણે કોર્ટ ફીમાંથી જે મુક્તિ મળતી હતી તે હવે મળશે નહીં. હાઈકોર્ટનો આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી તમામ પર સમાન રીતે લાગુ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Waqf Property Court Fees Gujarat High Court on Waqf
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ