બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રાજ્યમાં ગોગો પેપર પર પ્રતિબંધના 24 કલાકમાં વેચાણ, ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ
Last Updated: 05:58 PM, 17 December 2025
VTV Reality Check on Gogo Paper : છેલ્લા કેટલાક દિવસોથી તમે ગોગો પેપર વિશે સમાચારોમાં કે મોબાઈલમાં વાંચતાં જ હશો. જોકે ગુજરાતમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકાયાને 24 કલાક વીતી ગયા હોવા છતાં ગોગો પેપરનું વેચાણ હજુ પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે. સરકારના પ્રતિબંધ પછી પણ લોકો ઘરે બેઠા ગોગો રોલિંગ પેપર મંગાવી શકે છે. VTV NEWS દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
ADVERTISEMENT
VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે, મોટી-મોટી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર ગોગો પેપરનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ વેબસાઈટ પરથી સીધી ખરીદી પણ શક્ય છે. ભલે ગુજરાતમાં પાનના ગલ્લા અને સ્થાનિક ઓનલાઈન માર્કેટમાં ગોગો પેપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ રોક લાગતી ન હોવાનું જોવા મળ્યું છે. કેટલીક વેબસાઈટ્સ પર ગુજરાતમાંથી નહીં તો અન્ય રાજ્યમાંથી ગોગો પેપરની ડિલિવરી ગુજરાતમાં કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ગઇકાલે જ મુકાયો હતો પ્રતિબંધ
મહત્વનું છે કે, ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા મુજબ રાજ્યમાં ગોગો પેપરનું વેચાણ બંધ કરવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છતાં 24 કલાકમાં જ પ્રતિબંધની અમલવારી પર સવાલ ઊભા થયા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગુજરાતમાં એક દિવસમાં 10 લોકોના મોત, દ્વારકામાં 4 ભક્તોના અને અમરેલીમાં 3 ભાઈઓના મોત
ADVERTISEMENT
VTVની ટીમે રિયાલિટી ચેક દરમિયાન ઓનલાઈન ગોગો પેપરનું બેરોકટોક વેચાણ થતું હોવાનું જોયું. લોકોનું કહેવું છે કે, જેમ ગુજરાતમાં દારૂની ઓનલાઈન ડિલિવરી કોઈ પણ વેબસાઈટ પરથી શક્ય નથી, તેમ ગોગો પેપરની ઓનલાઈન વેચાણ અને ડિલિવરી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.