ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / કબૂતરને દાણા નાખવા હવે મોંઘુ પડશે! જાણો કોર્ટે કેમ આપ્યો આવો આદેશ?

નિર્દેશ / કબૂતરને દાણા નાખવા હવે મોંઘુ પડશે! જાણો કોર્ટે કેમ આપ્યો આવો આદેશ?

Published By: Priykant Shrimali

Last Updated: 01:55 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Feeding Pigeons : ક્રોસિંગ અને લાલ બત્તીઓ પર કબૂતરોને ખવડાવવું એ એક પુણ્યનું કાર્ય લાગે છે પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની રહ્યું છે, જો હવે કબુતરને દાણા નાખ્યા તો...

ADVERTISEMENT

Mumbai Feeding Pigeons : આપણે બધાએ ક્યાંકને ક્યાંક તો રસ્તા પર કબૂતરોને જોયા જ હશે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા હશે. જોકે હવે કબૂતરોને દાણા નાખવાને લઇ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈથી આ અપડેટ સામે આવી છે. ક્રોસિંગ અને લાલ બત્તીઓ પર કબૂતરોને ખવડાવવું એ એક પુણ્યનું કાર્ય લાગે છે પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની રહ્યું છે. જોકે આ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનુ સામે આવ્યું છે. નોંધનીય છે કે, આ મામલે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે, કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે છે. કોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે FIR દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

હવે જાણીએ શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં મુંબઈનાં રસ્તા પર તમે જોયું હશે કે, લોકો કબુતરને દાણા નાખતા હોય છે. જોકે તેનાથી કથિત રીતે સ્વાસ્થ્યને લઇ સમસ્યા થતી હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે પ્રાણી પ્રેમીઓના એક જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણી અને ન્યાયાધીશ આરિફ ડોક્ટરની બેન્ચે જણાવ્યું હતું કે, આ મુદ્દો જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે. આ મુદ્દો તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અને સંભવિત ખતરો છે.

વિગતો મુજબ આ જુલાઈ મહિનાની શરૂઆતમાં કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને મહાનગરમાં કોઈપણ જૂના 'કબુતરખાના' (કબૂતરોને ખવડાવવા માટેની જગ્યા) તોડી પાડવાથી રોકી હતી. તે સમયે તેણે એમ પણ કહ્યું હતું કે, તે આ પક્ષીઓને ખવડાવવાની મંજૂરી આપી શકે નહીં.

આ પણ વાંચો : 'મને 13 દિવસ સુધી...' માલેગાંવ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટતાં જ સાધ્વી પ્રજ્ઞા સિંહે ફોડ્યો મોટો 'બોમ્બ'

હવે જાણીએ કે આ કેસમાં કોર્ટે શું કહ્યું ?

ગઈકાલે એટલે કે 30 જુલાઈ અને બુધવારે કોર્ટે કહ્યું કે, પરવાનગી ન મળવા છતાં લોકો આ 'કબુતર ખાના'માં કબૂતરોને ખવડાવવાનું ચાલુ રાખી રહ્યા છે. બેન્ચે કહ્યું, કબૂતરોને ખવડાવવા અને તેમના મેળાવડાને સમર્થન આપતી અરજીઓને અમારા અગાઉના આદેશથી ફગાવી દેવામાં આવી હોવાથી કાયદાની સ્પષ્ટ અવગણનાની ઉભરતી પરિસ્થિતિને કારણે આ પરિસ્થિતિ હવે વધુ જટિલ બની છે. હવે મ્યુનિસિપલ અધિકારીઓને આ સંદર્ભમાં તેમની ફરજો બજાવવાથી અટકાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ હાઈકોર્ટે BMCને નિર્દેશ આપ્યો કે, જેઓ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને કબૂતરોને ખવડાવતા હતા તેમને સજા કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Pigeon Feeding Pigeons

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ