ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'મને 13 દિવસ સુધી...' માલેગાંવ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટતાં જ સાધ્વી પ્રજ્ઞા સિંહે ફોડ્યો મોટો 'બોમ્બ'
Last Updated: 12:30 PM, 31 July 2025
ADVERTISEMENT
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટેલા ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક મોટો આરોપ લગાવ્યો છે. કોર્ટમાં સાધ્વીએ કહ્યું કે મને 13 દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો, મેં ખૂબ અપમાન સહન કર્યું, સાધ્વી કોર્ટમાં રડ્યાં પણ હતા. તેમણે કહ્યું કે સંન્યાસીનું જીવન જીવી રહી હતી, અમને આતંકવાદી બનાવાયા, હું કાયદામાં રહીને મારી સાથે અન્યાય કરનારાઓ સામે પણ બોલી શકતી નથી, હું 17 વર્ષથી સંઘર્ષ કરી રહી છું, તમે ભગવાને કલંકિત કર્યો છે. હું તમારા નિર્ણયથી ખુશ છું, તમે મારું દુઃખ સમજ્યા, આ મારી નહીં પરંતુ ભગવા રંગની જીત છે. હિન્દુત્વ જીતી ગયું છે, મારું જીવન સાર્થક બન્યું છે. જેમણે હિન્દુ આતંકવાદ, ભગવા રંગનો આતંકવાદ કહ્યું તેમને સજા થશે.
ADVERTISEMENT
17 વર્ષ બાદ આવ્યો માલેગાંવ બ્લાસ્ટનો ચુકાદો
મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આખરે ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ સમગ્ર કેસમાં ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ થયો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું છે કે, NIA તમામ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.
ADVERTISEMENT
શું હતો માલેગાંવ બ્લાસ્ટ
2008ની 29મી સપ્ટેમ્બરે માલેગાંવના ભીકુ ચોક ખાતે એક ટુ-વ્હીલર પર ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 6 લોકો માર્યા ગયા હતા અને 101 ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ફરહીન ઉર્ફે શગુફ્તા શેખ લિયાકત, શેખ મુશ્તાક યુસુફ, શેખ રફીક મુસ્તફા, ઇરફાન ઝિયાઉલ્લાહ ખાન, સૈયદ અઝહર સૈયદ નિસાર અને હારૂન શાહ મોહમ્મદ શાહનો સમાવેશ થાય છે. સમગ્ર કેસની શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2011માં, આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો, લગભગ 5 વર્ષની તપાસ પછી, NIAએ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી.
ADVERTISEMENT
કોર્ટે કેમ છોડ્યા?
ADVERTISEMENT
સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પાછળનું કારણ આપતાં એનઆઈએ કોર્ટના જજે એવું કહ્યું કે બ્લાસ્ટમાં તેમની સંડોવણીના કોઈ પુરાવા મળ્યાં નથી અને ખાલી શકને આધારે દોષી ન ઠેરવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT