ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 9 પોલીસકર્મીઓને મોતની સજા, પોલીસ સ્ટેશનમાં યાતના આપીને લીધો પિતા-પુત્રનો પ્રાણ

નેશનલ / 9 પોલીસકર્મીઓને મોતની સજા, પોલીસ સ્ટેશનમાં યાતના આપીને લીધો પિતા-પુત્રનો પ્રાણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:06 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madras High Court: લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે બે જણાની અટકાયત કરી ઢોર મારમારતા મોત નીપજ્યુ હતું. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સથાનકુલમ કસ્ટોડિયલ કિલિંગ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

ADVERTISEMENT

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સથાનકુલમ કસ્ટોડિયલ કિલિંગ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવાયેલા તમામ નવ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણયથી ફરી એકવાર આ મામલો ચર્ચામાં આવ્યો છે અને તેને ન્યાયિક પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સથાનકુલમ કસ્ટોડિયલ કિલિંગ કેસમાં નવ પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણયને ન્યાયિક પ્રક્રિયામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોલીસ કસ્ટડીમાં બનતી ઘટનાઓ અંગે એક મજબૂત સંદેશ આપવાની વાત કહેવાઇ રહી છે.

વર્ષ 2020 ના સથાનકુલમ કસ્ટોડિયલ હત્યા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પિતા-પુત્રના મોત માલામાં દોષિત ઠેરવાયેલા નવ તમિલનાડુ પોલીસકર્મીઓને સજા ફટકારી છે. આ કેસ તે સમયે ખૂબ જ ચર્ચિત રહ્યો હતો, અને કોર્ટનો નિર્ણય હવે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.

કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયત, પોલીસ મારપીટથી મૃત્યુ

આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા નવ પોલીસકર્મીઓમાં ઇન્સ્પેક્ટર શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણન અને રઘુ ગણેશનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ મુરુગન, સમદુરાઈ, મુથુરાજા, ચેલ્લાદુરાઈ, થોમસ ફ્રાન્સિસ અને વેલુમુથુના નામ પણ સામેલ છે.

જયરાજ અને બેનિક્સને 19 જૂન 2020 ના કોવિડ-19 લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સથાનકુલમ પોલીસે તુતીકોરિન જિલ્લામાં અટકાયતમાં લીધા હતા. તેમની અટકાયત દરમિયાન પોલીસ દ્વારા ક્રૂર મારપીટને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ દેશવ્યાપી આક્રોશ ફેલાવ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ હાથમાં ગુલદસ્તો, સાથે કાળી બેગ... દિલ્હી વિધાનસભામાં કાર લઈને ઘુસનારની તસવીર આવી સામે

2,000 થી વધુ પાનાની ચાર્જશીટ, 100 થી વધુ સાક્ષીઓના નિવેદનો

કેસની તપાસ પાછળથી સીબીઆઇને સોંપવામાં આવી હતી. CBI એ 2,027 પાનાની મુખ્ય ચાર્જશીટ અને 400 પાનાની પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ વર્ષથી વધુ ચાલેલી ટ્રાયલ દરમિયાન 100 થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાથી દેશભરમાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને ભારતમાં કસ્ટડીમાં થતી હિંસા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Covid-19 Madras High Court Custodial Killing Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ