ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હાથમાં ગુલદસ્તો, સાથે કાળી બેગ... દિલ્હી વિધાનસભામાં કાર લઈને ઘુસનારની તસવીર આવી સામે

નેશનલ / હાથમાં ગુલદસ્તો, સાથે કાળી બેગ... દિલ્હી વિધાનસભામાં કાર લઈને ઘુસનારની તસવીર આવી સામે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:45 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi assembly security breach: દિલ્હી વિધાનસભા સંકુલમાં સોમવારે એક મોટી ઘટના બની. એક વાહન ખૂબ ઝડપે આવ્યું અને વિધાનસભાના બેરિકેડ તોડીને અંદર ઘૂસી ગયું.

ADVERTISEMENT

Security Breach At Delhi Assembly Complex: પોલીસે દિલ્હી વિધાનસભામાં કાર ઘુસાડીને ગુલદસ્તો છોડનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સરબજીત સિંહ તરીકે થઈ છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને પોલીસ તેના હેતુની તપાસ કરી રહી છે.

Delhi assembly security breach: સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હી વિધાનસભા સંકુલમાં એક મોટી ઘટના બની. એક વાહન ખૂબ જ ઝડપે આવ્યું અને વિધાનસભાના બેરિકેડ તોડીને અંદર ઘૂસી ગયું. ગાડી ચલાવનાર ગુલદસ્તો અંદર છોડીને ભાગી ગયો. ગુલદસ્તો અને ખભા પર કાળી બેગ લઈને આવેલા શંકાસ્પદ વ્યક્તિનો ફોટો હવે સામે આવ્યો છે, અને તેની ધરપકડ કરવામાં આવી છે.

બપોરે 2 વાગ્યાની આસપાસ એક સફેદ ટાટા સીએરા કાર ખૂબ ઝડપે દિલ્હી વિધાનસભાના ગેટ નંબર 2 પાસે પહોંચી. વાહન રોકાયું નહીં, સીધું બેરિકેડ સાથે અથડાયું. બેરિકેડ તૂટી ગયું, અને વાહન સંકુલમાં ઘૂસી ગયું. હાજર લોકો ગભરાઈ ગયા. જોરદાર અવાજ સંભળાયો અને લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા.

દિલ્હી વિધાનસભાના સ્પીકરને છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત ઈમેલ દ્વારા ધમકીઓ મળી હતી. દિલ્હી પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. અને હવે આટલી મોટી ઘટના સાથે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આગળ શું થયું?

કાર અંદર ઘુસી ગઇ, સ્પીકરની કારમાં એક ગુલદસ્તો છોડવામાં આવ્યો અને પછી કાર પાછી આવી, ફરી એકવાર બેરિકેડને ટક્કર મારી ગાડી ચાલી ગઇ. આખી ઘટના માત્ર પાંચ મિનિટમાં બની. જ્યારે એક સુરક્ષા ગાર્ડ કાર તરફ દોડ્યો, ત્યારે તે ઝડપથી બહાર નીકળી ગઇ હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ PM મોદીની મોટી જાહેરાત,16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવશે સરકાર

ગુલદસ્તો ક્યાં રાખ્યો?

જે ગુલદસ્તો હતો તે વિધાનસભા સ્પીકરના રૂમની બહાર રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે શું હતું તે જાણી શકાયું ન હતું. પોલીસે તપાસ કરી. સદનસીબે, તેમાં બોમ્બ જેવું કંઈ મળ્યું નથી.

હવે જે ફોટો સામે આવ્યો છે તેમાં તે ફૂલોનો ગુલદસ્તો પકડીને ખભા પર કાળી બેગ લઈને ફરતો જોવા મળે છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે બેગમાં શું હતું અને આ સમગ્ર ઘટના પાછળ તેનો હેતુ શું હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Delhi News Delhi assembly

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ