ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / ખાડી દેશોમાં યુદ્ધની ભારત પર અસર, માત્ર 50 દિવસનો તેલનો જથ્થો, ઉર્જા ક્ષેત્રે મદદ માટે રશિયા તત્પર

Iran Israel War / ખાડી દેશોમાં યુદ્ધની ભારત પર અસર, માત્ર 50 દિવસનો તેલનો જથ્થો, ઉર્જા ક્ષેત્રે મદદ માટે રશિયા તત્પર

Published By: Priykant Shrimali

Last Updated: 09:34 AM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War : Strait of Hormuz વિસ્તારમાં વધેલી અનિશ્ચિતતાએ ભારત સહિત ઘણા દેશોની ચિંતા વધારી તો રશિયા ભારત માટે સંકટ સમયનું સાથી બની શકે... અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Iran Israel War : મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધજન્ય તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી રહી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધેલી અનિશ્ચિતતાએ ભારત સહિત ઘણા દેશોની ચિંતા વધારી છે. કારણ કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 50 ટકા કાચું તેલ ખાડી દેશોમાંથી આયાત કરે છે. જોકે આ બધાની વચ્ચે હવે એક અપડેટ એ છે કે, રશિયા ભારત માટે સંકટ સમયનું સાથી બની શકે છે.

ભારત પાસે કેટલો જથ્થો છે?

સૂત્રો અનુસાર, હાલમાં ભારત પાસે અંદાજે 50 દિવસ માટેનો કુલ તેલ ભંડાર ઉપલબ્ધ છે. તેમાં લગભગ 25 દિવસ માટે કાચું તેલ અને 25 દિવસ માટે રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો સમાવેશ થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટૂંકા ગાળાના પુરવઠા વિક્ષેપનો સામનો કરવા માટે દેશ તૈયાર છે અને સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ

વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન હોર્મુઝ માર્ગથી થાય છે. જો આ માર્ગ પર અવરજવર પ્રભાવિત થાય, તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડે છે. ભારતની લગભગ અડધી ક્રૂડ ઓઇલ અને LPG આયાત આ જ માર્ગ પરથી થાય છે, તેથી અહીં કોઈ વિક્ષેપ થાય તો તેની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે.

રશિયા બનશે સંકટકાળનો સાથી?

આ પરિસ્થિતિમાં રશિયાએ સંકેત આપ્યો છે કે, જો ગલ્ફ વિસ્તારમાં સંકટ વધુ ઊંડું બને, તો તે ભારતને ઊર્જા પુરવઠામાં મદદ કરવા તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે ઊર્જા સહયોગ વધ્યો છે, જેના કારણે વિકલ્પરૂપ સપ્લાય શક્ય બની શકે છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદી એક્ટિવ, 48 કલાકમાં 8 વર્લ્ડ લીડર્સ સાથે વાત કરી

આ તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પૂરીએ જણાવ્યું છે કે, ભારત કોઈપણ ટૂંકા ગાળાના ઝટકાનો સામનો કરવા માટે સજ્જ છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. સાથે સાથે તે રિફાઇનિંગ ક્ષમતા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એટલે હાલની પરિસ્થિતિ ગંભીર હોવા છતાં તાત્કાલિક સંકટ જેવી સ્થિતિ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Strait of Hormuz tension Iran Israel War India oil reserves

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ