બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:37 AM, 23 September 2025
ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને એક મહિના માટે વધુ લંબાવ્યો છે, જે હવે 24 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. નવું NOTAM ભારતની એવિએશન ઓથોરિટી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પગલું પાકિસ્તાનના NOTAM જાહેર કર્યા પછી લેવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાને પણ ભારતીય એરલાઇન્સ અને વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર એટલા જ સમય સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આમ, બંને પાડોશી દેશો દ્વારા એકબીજાના વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ રાખવાની પ્રક્રિયાને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો છે.

ADVERTISEMENT
આતંકી હુમલા બાદ લેવાયો હતો નિર્ણય
એપ્રિલમાં પહલગામના આતંકી હુમલા પછી નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને 24 એપ્રિલે પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં એક મહિના માટે ભારતીય વિમાનો અને એરલાઇન્સને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર પરથી ઉડાન ભરવા માટે રોકી દેવામાં આવ્યા હતાં.
ADVERTISEMENT
ત્યારબાદ ભારતે 30 એપ્રિલે જવાબી પગલું ભરતાં પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. ત્યારથી બંને દેશો દર મહિને NOTAM જાહેર કરીને આ પ્રતિબંધને લંબાવતા રહ્યા છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની એરલાઇન્સ અને વિમાનો પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ અન્ય દેશોની એરલાઇન્સ અને વિમાનો માટે તેમનાં હવાઈ ક્ષેત્ર ખુલ્લાં છે.
NOTAM issued by India for complete restriction of Civil and Military flight of Pakistan for using Indian Airspace.
— Vikrant (@Vikspeaks1) September 22, 2025
All those Airlines owned by Pakistan will not be allowed to use Indian airspace. pic.twitter.com/0zq5jFA8Bz
ADVERTISEMENT
હાલના NOTAMમાં શું ખાસ છે?
પાકિસ્તાને બે દિવસ પહેલાં પોતાનું નવું NOTAM જાહેર કરીને હવાઈ ક્ષેત્રના પ્રતિબંધને લંબાવ્યો હતો, જે પહેલાની નોટિસ મુજબ 24 સપ્ટેમ્બરે પૂર્ણ થવાનું હતું. પાકિસ્તાનના આ વિસ્તરણ પછી સ્પષ્ટ હતું કે ભારત પણ પોતાનું નવું NOTAM જાહેર કરશે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : શું જોઈએ છે છોકરીને? એક ઝાટકે 60,000ના પગારની નોકરી છોડી દીધી, નવાઈ લાગે તેવું કારણ
ભારતની તરફથી જાહેર કરાયેલું નવું NOTAM અગાઉના નોટિસ જેવું જ છે. ભારત પોતાનું હવાઈ ક્ષેત્ર પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનો માટે 24 ઓક્ટોબર સવારે 5:29 વાગ્યા સુધી બંધ રાખશે. પાકિસ્તાનનું તાજેતરનું NOTAM પણ હવાઈ ક્ષેત્રની બંધ મુદત માટે એ જ તારીખ અને સમય દર્શાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.