ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોંઘવારીનો વધુ એક ઝટકો, સરકાર વધારવા જઈ રહી છે મહિનાનું લાઈટ બીલ, જાણો કેટલું

National / મોંઘવારીનો વધુ એક ઝટકો, સરકાર વધારવા જઈ રહી છે મહિનાનું લાઈટ બીલ, જાણો કેટલું

Published By: Nidhi Panchal

Last Updated: 02:47 PM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે માત્ર પંખા, લાઇટ અને એસી ઓછું ચલાવવાથી વીજળીનું બિલ ઓછું થશે જ એવી ગેરંટી નહીં રહે. સરકાર વીજળી બિલના નિયમોમાં મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે, જે સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર કરી શકે છે. જો નવો પ્રસ્તાવ લાગુ થશે તો ઓછું વીજળી વાપરતા ગ્રાહકોને પણ દર મહિને નક્કી કરેલી મોટી રકમ ચૂકવવી પડી શકે છે.

ADVERTISEMENT

દેશભરમાં વીજળીના બિલને લઈને મોટો ફેરફાર થવાની શક્યતા ઉભી થઈ છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) એ વીજળીના ટેરિફ માળખામાં ફેરફાર કરવા માટે નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ હવે વીજળીના બિલમાં “ફિક્સ્ડ ચાર્જ”નો ભાગ નોંધપાત્ર રીતે વધારી શકાય છે. તેનો અર્થ એ થયો કે તમે ઓછી વીજળી વાપરો કે બિલકુલ ઉપયોગ ન કરો, તેમ છતાં દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવવી ફરજિયાત બની શકે છે. અત્યાર સુધી લોકો વીજળી બચાવીને બિલ ઓછું કરતા હતા, પરંતુ ભવિષ્યમાં આ રીતથી મોટી બચત શક્ય નહીં રહે તેવી શક્યતા છે

liggg

વીજ કંપનીઓની નાણાકીય સ્થિતિ

સરકાર અને વીજ વિતરણ કંપનીઓનું કહેવું છે કે આ નિર્ણય વીજ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે લેવામાં આવી રહ્યો છે. હાલમાં વીજ કંપનીઓ મોટાભાગની આવક ગ્રાહકો દ્વારા વપરાયેલા યુનિટના આધારે વસૂલ કરે છે. પરંતુ ટ્રાન્સમિશન લાઇન, ગ્રીડ જાળવણી, કર્મચારીઓના પગાર અને વીજ ઉત્પાદન કંપનીઓને ચૂકવણી જેવા મોટા ખર્ચો સ્થિર રહે છે. એક અહેવાલ મુજબ, વીજ કંપનીઓના કુલ ખર્ચમાં 38% થી 56% સુધીનો ભાગ ફિક્સ્ડ ખર્ચનો હોય છે, જ્યારે તેઓ હાલમાં ફિક્સ્ડ ચાર્જ મારફતે માત્ર 9% થી 20% સુધીની જ વસૂલાત કરી શકે છે. તેથી જ્યારે વીજળીની માંગ ઘટે છે ત્યારે કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડે છે.

સોલાર સિસ્ટમ પણ મોટું કારણ

આ સમસ્યામાં રૂફટોપ સોલાર સિસ્ટમ પણ મોટું કારણ બની રહી છે. ઘણા સમૃદ્ધ પરિવારો અને ઉદ્યોગો હવે પોતાના મકાન અને ફેક્ટરીઓ પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. પરિણામે તેઓ સરકારી ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદે છે અથવા ખરીદવાનું બંધ કરી દે છે. જોકે તેઓ બેકઅપ માટે ગ્રીડ સાથે જોડાયેલા રહે છે, જેના કારણે ગ્રીડ જાળવણીનો ખર્ચ વીજ કંપનીઓને સતત કરવો પડે છે. કંપનીઓનું માનવું છે કે આ સ્થિતિથી તેમની આવક ઘટી રહી છે અને નાણાકીય દબાણ વધી રહ્યું છે.

light

રોડમેપ મુજબ ઘરેલું

CEA દ્વારા તૈયાર કરાયેલા રોડમેપ મુજબ ઘરેલું અને કૃષિ ગ્રાહકો માટે વર્ષ 2030 સુધીમાં કુલ વીજળી બિલમાં ફિક્સ્ડ ચાર્જનો હિસ્સો 25% સુધી પહોંચાડવાનો પ્રસ્તાવ છે. જ્યારે ઔદ્યોગિક અને કોમર્શિયલ ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જને 100% સુધી વધારવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને સોલાર પેનલ અને નેટ મીટરિંગ વાપરતા ગ્રાહકો માટે અલગ બિલિંગ સિસ્ટમ તૈયાર કરવાની પણ યોજના છે. એટલે કે ભવિષ્યમાં સોલાર વપરાશકર્તાઓને પણ વધારે ફિક્સ્ડ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

આ પણ વાંચો : અટકળોનો અંત! કોણ બનશે 15 મનપાના મેયર? ગાંધીનગરથી આવ્યું મોટું અપડેટ

બિલ ઘટાડવાની તક ઘણી મર્યાદિત

જો આ નવો નિયમ લાગુ થશે તો વીજળી બચાવીને બિલ ઘટાડવાની તક ઘણી મર્યાદિત બની જશે. સામાન્ય લોકો માટે દર મહિને બિલનો મોટો હિસ્સો સ્થિર બની જશે, ભલે તેઓ ઓછું વીજળી વાપરે. હાલ આ પ્રસ્તાવ વિચારણા માટે ફોરમ ઓફ રેગ્યુલેટર્સ પાસે મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા બાદ તેને સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે અમલમાં મુકવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electricity Bill Fixed Charge CEA Proposal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ