બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / National Highway toll tackles drivers treated hooligans reality monetary blast Valsad

મુદત પૂર્ણ / નેશનલ હાઈ-વેના ટોલ ટેક્સ પર આવી રીતે ઉઘાડી લૂંટ, વાહન ચાલકોને હજારો રૂપિયાનું નુકસાન, વલસાડમાં રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 07:31 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ નેશનલ હાઈવે 48 પર ટોલનાકાના સંચાલકો ઉઘાડી લૂંટ આચરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.મુદત પૂર્ણ થઈ જવા છતાં પણ ટોલનાકાના સંચાલકો વાહન ચાલકો પાસે રોજની લાખોને લૂંટ કરી રહ્યા છે,

  • વલસાડ નેશનલ હાઈ-વે પર ઉઘાડી લૂંટ
  • બગવાડા ટોલનાકાની મુદત પૂર્ણ છતાં 100 ટકા ટેક્સની વસુલાત
  • વાહન ચાલકોને હજારો રૂપિયાનું નુકસાન

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર રોજના 10,000 થી પણ વધુ વાહનો પસાર થાય છે. વાહનચાલકો પાસેથી ટોલનાકાના સંચાલકો 100 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીના ટોલ ઉઘરાવે છે. ત્યારે આ ટોલનાકાના સંચાલકો દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને આડેધડ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનું VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભોપાળુ છતું થયું છે. જેને લઈને વાહનચાલકમકોના મહેનતની કમાણી પર તરાપ માર્યા IRBની લૂંટ પર બ્રેક લગાવવા માંગ ઉઠી છે.

VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં છતું થયું ભોપાળુ

આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર વાપી પાસે આવેલ બગવાડા ટોલનાકાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જે તે વખતે હાઇવે બનાવવા માટે જે ખર્ચ કંપની દ્વારા કરવામાં આવેલો તે મુદત પૂર્ણ થઈ ગઈ છે .હવે ટોલ નાકા દ્વારા માત્ર ટોલ રૂપે માત્ર 40% રૂપિયા લઈ શકે છે. તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ જ્યારે VTV ન્યૂઝએ વાપી પાસે આવેલ બગવાડા ટોલનાકા પર રિયાલિટી ચેક કરતા તંત્ર વાહન ચાલકો પાસેથી સો ટકા રૂપિયા વસુલતું હોવાનું ઉઘાડું પડ્યું હતું.સુરત દહીસર સુધી પહેલા લંબાયેલ આ બગવાડા ટોલનાકા પર રોજના હજારો વાહનોની અવરજવરને પગલે આશરે 50 લાખથી પણ વધુ રકમની આવક થઈ રહી છે. જેમાં  આ રોડની મુદત પૂર્ણ થઈ જવા છતાં પણ ટોલનાકાના સંચાલકો વાહન ચાલકો પાસે રોજની લાખોની ઉઘાડી લૂંટ કરી રહ્યા છે.

કાર્યવાહી કરવા વાહનચાલકોમાં માંગ

રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે કે ટ્રાન્સપોર્ટ માલિકોને રોજના લાખો રૂપિયાનો ધુમ્બો મારવામાં આવી રહ્યો છે. ટોલનાકાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી માત્ર ટોલનાકા સંચાલકો માત્ર 40% રકમ વસુલે તે અંગે કાર્યવાહી કરવા વાહનચાલકોમાં માંગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ