ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તર ભારતમાં ગરમીનો કહેર વધશે! દિલ્હી-યુપીમાં 44°C સુધી તાપમાન, IMDનું ઓરેન્જ એલર્ટ

હવામાન / ઉત્તર ભારતમાં ગરમીનો કહેર વધશે! દિલ્હી-યુપીમાં 44°C સુધી તાપમાન, IMDનું ઓરેન્જ એલર્ટ

Published By: Nidhi Panchal

Last Updated: 09:00 AM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના અનેક રાજ્યોમાં ગરમી હવે લોકો માટે મોટી મુશ્કેલી બની રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી દિવસોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

દેશમાં એક તરફ કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સહિતના વિસ્તારોમાં તીવ્ર ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

Garmi

દિલ્હીમાં ગરમીનો માહોલ

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો માહોલ યથાવત છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. દિવસ દરમિયાન કડકડતી ધૂપ અને ગરમ પવનોના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 મેથી 22 મે દરમિયાન દિલ્હીમાં તાપમાનમાં વધુ વધારો થશે અને કેટલીક જગ્યાએ તે 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

17 મેના રોજ દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગે જણાવ્યું છે કે 17 મેના રોજ દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સાંજના સમયે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. જોકે આ રાહત માત્ર એક દિવસ માટે જ રહેશે. ત્યારબાદ ફરીથી આકાશ સ્વચ્છ રહેશે અને તીવ્ર ગરમી અનુભવાશે. આ દરમિયાન 15 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો પણ ફૂંકાઈ શકે છે.

rain-and-garmi

ઉત્તર પ્રદેશમાં પણ હાલ ગરમી

ઉત્તર પ્રદેશમાં પણ હાલ ગરમીનો માહોલ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન સતત વધી રહ્યું છે. શનિવારે લખનૌમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભેજવાળા પવનોની અસર ઓછી થઈ ગઈ છે અને હવે પશ્ચિમ તરફથી આવતા ગરમ અને સૂકા પવનો તાપમાન વધારવામાં મુખ્ય કારણ બની રહ્યા છે.

19 મે થી 22 મે દરમિયાન હીટવેવની ચેતવણી

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 19 મે થી 22 મે દરમિયાન હીટવેવની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને દક્ષિણ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું જોખમી બની શકે છે. સતત વધતી ગરમીના કારણે આરોગ્ય નિષ્ણાતોએ પણ સાવચેતી રાખવાની સલાહ આપી છે. રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ગરમ પવનોના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સરકારે ચાંદીની આયાત પર મોટી કાર્યવાહી કરી... તાત્કાલિક અસરથી મુક્યો પ્રતિબંધ

હવામાન વિભાગની સલાહ

હવામાન વિભાગે લોકોને ખાસ સલાહ આપી છે કે બપોરના સમયે તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વધુ સાવધાની રાખવી જોઈએ. જો જરૂરી ન હોય તો બપોરે 12 થી 4 વચ્ચે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ગરમીની આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Heatwave Delhi Weather Heatwave Alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ