બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / અરવલ્લી પર્વતમાળા મામલે મોટા સમાચાર, આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

નેશનલ / અરવલ્લી પર્વતમાળા મામલે મોટા સમાચાર, આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

Priykant Shrimali

Last Updated: 08:43 AM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli Range : અરવલ્લી પર્વતમાળાઓ પર ખનન મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, તો શું 20 નવેમ્બરે આપવામાં આવેલા ચુકાદામાં ફેરફાર થશે ? અહીં જાણો તમામ વિગતો

Aravalli Range : અરવલ્લી પર્વતમાળા વિવાદ વચ્ચે સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અરવલ્લી પર્વતમાળાઓ પર ખનનને લઈને ઉભા થયેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ કેસમાં 20 નવેમ્બરે આપવામાં આવેલા ચુકાદામાં ફેરફાર થશે કે નહીં, તે અંગે આજે ચર્ચા થવાની શક્યતા છે.

શું તમે જાણો છો સુનાવણી કેમ મહત્વની છે?

20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની નવી અને એકસમાન વ્યાખ્યા સ્વીકારી હતી. આ વ્યાખ્યા મુજબ સ્થાનિક જમીન સપાટિથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોને “અરવલ્લી ટેકરીઓ” ગણવામાં આવ્યા હતા. જ્યારે આવી બે કે વધુ ટેકરીઓ 500 મીટરની અંદર હોય તો તેને “અરવલ્લી પર્વતમાળા” તરીકે ઓળખવામાં આવશે. આ નિર્ણય બાદ દેશભરમાં પર્યાવરણવિદો અને સામાજિક સંગઠનોમાં ભારે વિરોધ થયો હતો.

આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે

વિરોધ શા માટે થયો?

પર્યાવરણવિદોનું માનવું છે કે, ઊંચાઈ આધારિત આ વ્યાખ્યા અરવલ્લીની સાચી ભૂગોળીય રચનાને સમજતી નથી. તેમનો દાવો છે કે, આ નવી વ્યાખ્યાના કારણે અરવલ્લી પર્વતમાળાનો મોટો ભાગ આ વિસ્તારની બહાર ગણાઈ શકે છે, જેના કારણે ખનન માટે રસ્તો ખુલ્લો થઈ શકે. અરવલ્લી પર્વતમાળા પાણીના સ્ત્રોત, આબોહવા સંતુલન અને જીવવિવિધતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો અહીં ખનન વધશે તો ભૂગર્ભજળ ઘટશે, વનનાબૂદી થશે અને લોકોના આરોગ્ય પર પણ અસર પડશે, એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : અરવલ્લીની ગોદમાં છુપાયેલો છે કુબેરનો ખજાનો, કોઈ ન શોધી શક્યું, શોધનારા ગાયબ

કેન્દ્ર સરકારનો નિર્ણય

વિરોધ વધતા કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે અરવલ્લી વિસ્તારમાં નવી ખનન લીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ દિલ્હીથી લઈને હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધીના સમગ્ર અરવલ્લી વિસ્તારમાં લાગુ રહેશે. નિષ્ણાતોનો અહેવાલ આવે ત્યાં સુધી કોઈ નવી ખનન મંજૂરી આપવામાં નહીં આવે. આ મુદ્દે પૂર્વ ફોરેસ્ટ કન્ઝર્વેશન અધિકારી આર.પી. બલવાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સાથે જ, કોર્ટે પોતે પણ આ મુદ્દે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે.

પર્યાવરણવિદોની મુખ્ય માંગ

પર્યાવરણ સંગઠનોની માંગ છે કે, અરવલ્લી માટે નવી વ્યાખ્યા લાગુ કરતા પહેલા વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે, જાહેર પરામર્શ લેવામાં આવે, સમગ્ર અરવલ્લી વિસ્તારમાં પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન થાય ત્યાં સુધી તમામ પ્રકારનું ખનન સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવે.

આ પણ વાંચો : માત્ર 4 રાજ્યો જ નહીં, હિમાલય પર પણ અરવલ્લી ધર્મ સંકટનો ખતરો!

નોંધનીય છે કે, આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે 20 નવેમ્બરના નિર્ણયમાં ફેરફાર કરવો કે નહીં. આ નિર્ણય અરવલ્લી પર્વતમાળાના ભવિષ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Aravalli Range Aravalli Range Case
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ