ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:39 PM, 14 May 2026
ADVERTISEMENT
Cylinder New Update: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા ભારતમાં ગેસ તંગી સર્જાઇ છે. જોકે ભવિષ્યમાં આવી સમસ્યાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે એક યોજના બનાવી છે જે અમલમાં મુકાય તો હોર્મુઝ સ્ટ્રેટની જરૂરિયાત પડશે નહી અને ગેસ ટેન્કરની ટેંશન દૂર થશે. ચાલો જાણીએ કે ભારત સરકારની યોજના શું છે.
ADVERTISEMENT
મોદી સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે રૂપિયા 40,000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવ્યું છે. ભારત ગલ્ફ દેશોમાંથી અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમુદ્રની નીચે ઊભી પાઇપલાઇન નાખવાની યોજના પર વિચારી રહ્યુ છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે અને ઓમાનથી ભારત સુધી ગેસ પાઇપલાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
₹40,000 કરોડનો પાઇપલાઇન પ્રોજેક્ટ
ADVERTISEMENT
ઓમાનથી ભારત સુધી પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત ડીપવોટર પાઇપલાઇન (MEIDP) પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹40,000 કરોડ થવાનો અંદાજ છે. આ પાઇપલાઇન 2,000 કિલોમીટર લાંબી હશે અને સમુદ્રની નીચે 3,450 મીટરની ઊંડાઈએ નાખવામાં આવશે. આ પાઇપલાઇન બનાવવામાં 5 થી 7 વર્ષનો સમય લાગી શકે છે અને તે ઓમાનને ગુજરાતના દરિયાકાંઠા સાથે સીધી રીતે જોડશે.
ઓમાનથી દરરોજ ગેસ સપ્લાય કરવામાં આવશે
ADVERTISEMENT
પ્રોજેક્ટ મુજબ પાઇપલાઇન ઓમાનથી ભારતમાં દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસ સપ્લાય કરશે. ભારતની કુદરતી ગેસની માંગ પણ સતત વધી રહી છે. વર્તમાન ગેસનો વપરાશ 190-195 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર છે, જે 2030 સુધીમાં વધીને 290-300 મિલિયન થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ આ માંગને પૂર્ણ કરી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / મોંઘું થવાનું છે પેટ્રોલ, આરબીઆઈએ પણ આપી ચેતવણી, લેવાયા 3 મોટા નિર્ણય
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય જાહેર ક્ષેત્રની કંપનીઓ GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા (EIL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને પ્રોજેક્ટ પર કામ આગળ વધારવા માટે ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપવા જઈ રહ્યું છે. પાણીની અંદર ગેસ પાઇપલાઇન સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝના પૂર્વ-શક્યતા સંશોધન પર આધારિત છે. SAGE એ ડેમો પાઇપલાઇન બિછાવીને સંશોધન કર્યુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ