બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દિલ્હી બ્લાસ્ટમાં સનસનીખેજ ખુલાસો, ઘટનાસ્થળે આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં
Last Updated: 12:40 PM, 16 November 2025
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર સુરક્ષા તંત્રને હચમચાવી મૂક્યું હતું. આ વિસ્ફોટમાં 12 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદથી દિલ્હી પોલીસ અને NIA સતત અલગ-અલગ કોણે તપાસ આગળ ધપી રહી છે. હવે પોલીસે સ્થળ પરથી મળેલા નવા પુરાવાઓના આધારે એક મોટો ખુલાસો કર્યો છે, જે કેસની ગંભીરતા વધી જાય છે.
ADVERTISEMENT

તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 9mm કારતૂસ જપ્ત કર્યા છે. અહીં ખાસ વાત એ છે કે આ કારતૂસ સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ નથી અને જાહેર ઉપયોગ માટે પણ પ્રતિબંધિત છે. આ પ્રકારના કારતૂસ સામાન્ય રીતે સશસ્ત્ર દળો અથવા ખાસ પરવાનગી ધરાવતા લોકો પાસે જ હોય છે. પોલીસે બે જીવંત કારતૂસ અને એક ખાલી કારતૂસ મળ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે સ્થળ પરથી કોઈ પિસ્તોલ અથવા હથિયારનો ભાગ મળ્યો નથી, એટલે સ્પષ્ટ થાય છે કે હથિયાર ક્યાંક લઈ જવામાં આવ્યું છે અથવા છુપાવવામાં આવ્યું છે. હવે સુરક્ષા એજન્સીઓ એ તરફ ધ્યાન આપી રહી છે કે આ કારતૂસ ત્યાં કેવી રીતે આવ્યા અને શું તે કોઈ શંકાસ્પદ વ્યક્તિ પાસે હતા.
ADVERTISEMENT
Delhi terror blast case | Three 9mm-caliber cartridges were recovered at the car blast site, two live and one empty shell. These cartridges are prohibited for civilian use and are typically restricted to security forces or individuals with special authorization. Investigations…
— ANI (@ANI) November 16, 2025
આ દરમ્યાન, NIAએ કેસમાં વધુ સક્રિય કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ડાલકોલાના રહેવાસી ડૉ. જાનિસર આલમ ઉર્ફે જીગરની ધરપકડ કરવામાં આવી છે. ડૉ. જાનિસરને કિશનગંજમાં તેમના એક સંબંધીના ઘરેથી પકડવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર, જાનિસર 12 નવેમ્બરે કિશનગંજ પહોંચ્યા હતા અને તેઓ દિલ્હી વિસ્ફોટમાં સામેલ એક ડૉક્ટર સાથે સતત સંપર્કમાં હતા.
ADVERTISEMENT

ડૉ. જાનિસરે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી MBBS કર્યું છે અને લુધિયાણામાં પ્રેક્ટિસ કરતા હતા. NIAએ તેમને પૂછપરછ માટે સિલિગુડી લઈ જવામાં આવ્યા છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે તેમના સંપર્કમાં રહેલો ડૉક્ટર કોણ હતો, તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી અને શું તેઓ કોઈ મોટા કાવતરાનો ભાગ હતા.
ADVERTISEMENT
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 9mm કારતૂસ મળવું પોતે જ શંકા ઊભી કરે છે. દારૂગોળો ક્યાંથી આવ્યો? શું તે કોઈ આતંકી નેટવર્કથી મળ્યો હતો? કે પછી કોઈ ગુનાહિત ગેંગ સાથે તેનું કનેક્શન હતું? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ અને ફોરેન્સિક પુરાવાઓનું વિશ્લેષણ ચાલુ છે.
ADVERTISEMENT
દિલ્લી પોલીસે બ્લાસ્ટને ગુનાહિત કાવતરું ગણાવી નવી FIR પણ દાખલ કરી છે. સુરક્ષા એજન્સીઓ હવે સમગ્ર નેટવર્કનું નકશો તૈયાર કરવામાં લાગી ગઈ છે જેથી જાણી શકાય કે આ હુમલા પાછળ કોણ-કોણ લોકો સામેલ હતા અને આ દારૂગોળો અને સંડોવાયેલા લોકો વચ્ચેનું કનેક્શન શું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.