બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / ક્લાસમાં વિદ્યાર્થીનીના સ્તન દબાવતો ટીચર? દોષી સાબિત થયો તોય HCએ જામીન આપ્યાં

નિર્ણય / ક્લાસમાં વિદ્યાર્થીનીના સ્તન દબાવતો ટીચર? દોષી સાબિત થયો તોય HCએ જામીન આપ્યાં

Nidhi Panchal

Last Updated: 11:46 AM, 3 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીર છોકરી પર ટ્યુશન ક્લાસમાં થયેલા હુમલાના કેસમાં એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે. દોષિત શિક્ષકને હાઈકોર્ટે જામીન આપતાં અનેક સવાલો ઊભા થયા છે.

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક ચર્ચાસ્પદ કેસમાં 60 વર્ષીય ટ્યુશન શિક્ષકને જામીન આપ્યા છે, જેને POCSO એક્ટની કલમ 10 અને IPCની કલમ 354 તથા 354A હેઠળ સગીર વિદ્યાર્થીની પર જાતીય હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો અને કોર્ટે દોષિત પણ ઠેરવ્યા હતા. આખી ઘટના જાણીને તમને પણ નવાઇ લાગશે તો જાણો શું છે સમ્રગ મામલો

bombay-highcourt

આ કેસ 2017ના 15 માર્ચનો છે, જ્યારે પીડિતા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને પોતાની બહેન સાથે ટ્યુશન ક્લાસે જતી હતી. ફરિયાદ અનુસાર, શિક્ષકે છોકરીને પોતાના રૂમમાં બોલાવીને તેને અડપલા કર્યો હતા. છોકરી ડરી ગઈ અને ઝડપથી બાજુના રૂમમાં ગઈ, જ્યાં શિક્ષકની પત્ની હાજર હતી.

posco

છોકરીની માતા પોલીસ કોન્સ્ટેબ

ઘટનાની જાણ છોકરીની માતા, જે પોલીસ કોન્સ્ટેબલ છે, 19 માર્ચ 2017ના રોજ ફરિયાદ નોંધાવતાં શિક્ષક સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ. આ દરમિયાન શિક્ષકની જેલવાસ પણ થયું હતું અને 9 જાન્યુઆરી 2025ના રોજ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક નિવેદન બાદ ચાલેલી સુનાવણી દરમિયાન તેના વકીલ, અડવોકેટએ દલીલ કરી કે આ આરોપ ખોટો છે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પીડિતાએ વર્ગમાં ન જવા બદલ ઠપકો આપ્યો હતો જેનો બદલો લેવા માટે ખોટી રીતે ફસાવી દીધો હતો. વધુમાં, આ ઘટના બની હતી તે દરમિયાન શિક્ષકની પત્ની ઘરમાં હાજર હતી, જેના કારણે કોઈ ગુનાની શક્યતા ઓછી થાય છે.

app promo4

કોર્ટે પણ નોંધ્યું કે તપાસ પ્રક્રિયા દરમિયાન તેમજ ક્રોસ-એક્ઝામિનેશન દરમ્યાન પીડિતાએ એકથી વધુ વખત પોતાની માતા દ્વારા કોર્ટમાં જવાબ આપવા માટે સૂચનો મળેલાની બાબત સ્વીકારી. જસ્ટિસ સારંગ વી. કોટવાલે જણાવ્યું કે, “તે માનવું મુશ્કેલ લાગે છે કે તેણી 16 માર્ચે તેની માતાને જાણ કર્યા પછી ફરીથી તેના ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે તેણીને યાદ નથી કે તે 17 માર્ચે ટ્યુશન ક્લાસમાં ગઈ હતી કે નહીં. આ બધા ટાળી શકાય તેવા જવાબો શંકા કરે છે.

આ પણ વાંચો : કબૂતરને દાણા નાખવા હવે મોંઘુ પડશે! જાણો કોર્ટે કેમ આપ્યો આવો આદેશ?

હાઈકોર્ટે દલીલો તથા તપાસને ધ્યાનમાં લઇને શિક્ષકને 25,000 રૂપિયા જામીન બોન્ડ પર મુક્ત કરવાની છૂટ આપી. ચુકાદામાં સ્પષ્ટ કરાયું કે પીડિતાના નિવેદનમાં કોઇ કિલ્યર વાત ન હતી તેના કારણે અનેક સવાલ ઉભા થયા છે. કોર્ટે આગળ જણાવ્યું કે આ તમામ મુદ્દાઓનો ઉકેલ અને અંતિમ નિર્ણય અપીલની સુનાવણી દરમ્યાન લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

teacher granted bail Bombay High Court POCSO Act
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ