બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:14 PM, 4 May 2026
TN Election Results 2026 LIVE: અભિનેતા વિજયની પાર્ટી તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પાર્ટી પાસે હાલમાં 110 બેઠકો મેળવી છે. દરમિયાન વિજયના પિતાએ કોંગ્રેસ પાર્ટી તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
ADVERTISEMENT
અભિનેતા વિજયની પાર્ટી તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પાર્ટી પાસે હાલમાં 110 બેઠકો છે. દરમિયાન વિજયના પિતાએ કોંગ્રેસ પાર્ટી તરફ ગઠબંધન માટે હાથ લંબાવ્યો છે. 234 બેઠકોવાળા તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. ચૂંટણી પંચ અને ટીવી ચેનલોના અહેવાલો અનુસાર સ્ટાલિન સહિત 15 મંત્રીઓ ચુંટણીમાં પાછળ છે. અનેક અહેવાલો અનુસાર નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ પણ તેમના વર્તમાન ચેપૌક-તિરુવલ્લીકેની મતવિસ્તારમાં પાછળ ચાલી રહ્યા છે.
અભિનેતા વિજયની પાર્ટી TVK તમિલનાડુમાં 110 બેઠકો પર આગળ છે. આ વચ્ચે સરકાર બનાવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ટીવીકેને સમર્થનની વાત કહી છે, જે અગાઉ શાસક ડીએમકે સાથે જોડાણ કરી ચૂક્યું છે. દરમિયાન વિજયના પિતાએ કોંગ્રેસને ટેકો આપવાનો સંકેત આપ્યો છે. હાલમાં ડીએમકે 60 બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે એડીએમકે 64 બેઠકો જીતવાનો અંદાજ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતી, આસામમાં રિપીટ, તમિલનાડુમાં TVK નજીક
ADVERTISEMENT
વિજયની પાર્ટી ટીવીકે સતત નંબરમાં મજબૂત બની રહી છે. તમિલનાડુની શાસક પાર્ટી ડીએમકે ત્રીજા સ્થાને જતી જોવા મળી રહી છે. જ્યારે એડીએમકે બીજા સ્થાને પહોંચી ગયું છે. આ વચ્ચે વિજયની પાર્ટીના પ્રવક્તાએ દાવો કર્યો છે કે તે પોતાના દમ પર સરકાર બનાવશે. થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેએ તમિલનાડુમાં ડંકો વગાડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.