ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લેખિત પરીક્ષાની ઝંઝટ વગર સીધી ભરતી, કેનેરા બેંક સિક્યોરિટીઝમાં નોકરીની ઉત્તમ તક

નોકરી / લેખિત પરીક્ષાની ઝંઝટ વગર સીધી ભરતી, કેનેરા બેંક સિક્યોરિટીઝમાં નોકરીની ઉત્તમ તક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:44 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canara Bank Securities Recruitment 2025: બેંકમાં નોકરીની રાહ જોઇ રહેલા યુવાનો માટે નોકરીની તક આવી છે. જેમાં પગાર પણ સારો મળી રહ્યો છે.

ADVERTISEMENT

Canara Bank Securities Recruitment 2025: બેંકમાં નોકરીની રાહ જોઇ રહેલા યુવાનો માટે નોકરીની તક આવી છે. જેમાં પગાર પણ સારો મળી રહ્યો છે. કારકિર્દી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ બનશે, કેનેરા બેંક સિક્યોરિટીઝમાં લેખિત પરીક્ષા વિના ભરતી કરવામાં આવશે. કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડે ટ્રેઇની (સેલ્સ અને માર્કેટિંગ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

interview a

તમે બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ (CBSL) એ યુવાનો માટે એક સારી તક લાવી છે. કંપનીએ ટ્રેઇની (સેલ્સ અને માર્કેટિંગ) ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરી છે. નોકરીની મહત્વની બાબત જોઇએ તો ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની નથી, પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂના આધારે જ કરવામાં આવશે. આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 22,000 રૂપિયાનું નિશ્ચિત સ્ટાઇપેન્ડ મળશે. ઉમેદવારનું પ્રદર્શન સારું હશે તો તેને 2,000 રૂપિયા સુધીનું વધારાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

Interview

કોઈ ઉમેદવાર પહેલાથી જ કેપિટલ માર્કેટ અથવા ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કામ કરી ચૂક્યો હોય, તો તેને મહત્તમ વયમર્યાદામાં છૂટ મળી શકે છે. આ માટે તેણે પોતાના અનુભવનું પ્રમાણપત્ર આપવું પડશે.

આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 6 ઓક્ટોબર 2025 (સાંજે 6 વાગ્યા સુધી) અરજી કરી શકે છે. અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. આ ભરતી માટે ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ. અરજી માટેની વયમર્યાદા 20 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે અને ઉંમર 31 ઓગસ્ટ 2025 સુધી ગણવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : શો-રુમમાં ટાયર નીચે લીંબુ ચગદતી વખતે નવી થાર પહેલે માળેથી નીચે પડી, કચ્ચરઘાણ, મળશે વીમો?

ઇન્ટરવ્યૂની માહિતી સીધી ઉમેદવારના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવશે. નોધનીય છે કે ઇન્ટરવ્યૂ કોલ આવવો એ અંતિમ પસંદગીની ગેરંટી નથી. આ પછી ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી અને પાત્રતા તપાસમાંથી પણ પસાર થવું પડશે.

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 22,000 રૂપિયાનું નિશ્ચિત સ્ટાઈપેન્ડ મળશે. આ ઉપરાંત, જો ઉમેદવારનું પ્રદર્શન સારું હશે, તો તેને 2,000 રૂપિયા સુધીનું વધારાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે. એટલે કે કુલ મળીને, ઉમેદવારને 24,000 રૂપિયા સુધીનો માસિક પગાર મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Education Career Baking Job

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ